Site icon

ટેક્સ ભરવાના મામલે બોલિવૂડ નો આ અભિનેતા ફરી સાબિત થયો નંબર વન એક્ટર-આવકવેરા વિભાગ તરફથી મળ્યો સન્માન પત્ર

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વ્યસ્ત (Akshay Kumar)કલાકારોમાંથી એક છે. અક્ષય કુમારની એક વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો રિલીઝ થાય છે. અક્ષય કુમાર વિશે ઘણી વખત એવા સમાચાર આવે છે કે તે બોલિવૂડમાં એક માત્ર એવો અભિનેતા છે જે સૌથી વધુ ટેક્સ ચૂકવે(taxpayer) છે. હવે આ સંદર્ભમાં સૌથી વધુ ટેક્સ ચૂકવવા બદલ આવકવેરા વિભાગ(Income tax department) દ્વારા અભિનેતાનું સન્માન કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા છે. આવી સ્થિતિમાં તેમને આવકવેરા વિભાગ તરફથી સન્માન પત્ર આપવામાં આવ્યું છે. અભિનેતા અત્યારે દેશમાં નથી, તે લંડન (London)માં પોતાની આગામી શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી તેમની ટીમે તેમના વતી આ એવોર્ડ(award) સ્વીકાર્યો છે. અભિનેતા છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધુ ટેક્સ ભરનારાઓમાં (taxpayer)સામેલ છે.અક્ષય કુમાર હાલમાં જસવંત ગિલની બાયોપિક માટે ઈંગ્લેન્ડમાં (England)શૂટિંગ કરી રહ્યો છે અને આવતા અઠવાડિયે ભારત(India) પાછો આવી શકે છે. હાલમાં જ અક્ષય કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં સાઉથ સ્ટાર સામંથા રૂથ પ્રભુ સાથે જોવા મળ્યો હતો. શોમાં અક્ષયે અંગત અને વ્યાવસાયિક જીવન વિશે વાત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો : નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની થઇ જાહેરાત- અજય દેવગણ અને આ અભિનેતાને મળ્યો બેસ્ટ એક્ટર એવોર્ડ- અહીં જાણો એક ક્લિકમાં સંપૂર્ણ યાદી 

અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ 'રક્ષા બંધન' (Raksha Bandhan)11 ઓગસ્ટે રિલીઝ માટે તૈયાર છે. આનંદ અલ રાય દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અક્ષય 'સેલ્ફી', 'રામ સેતુ', 'બડે મિયાં છોટે મિયાં' અને સાઉથ સ્ટાર સૂર્યા ની  ફિલ્મ 'સૂરરાઈ પોત્રુ'ની હિન્દી રિમેકમાં જોવા મળશે.

 

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version