News Continuous Bureau | Mumbai
Akshay kumar: અક્ષય કુમાર ની આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન, હવે અક્ષયની વધુ એક ‘ખેલ ખેલ મેં’ને લઈને એક નવું અપડેટ આવ્યું છે. નિર્દેશક મુદસ્સર અઝીઝની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં જ ટી-સીરીઝે આ વિશે તેમના સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. આ ફિલ્મ માં અક્ષય ની સાથે ફરદીન ખાન પણ છે જેને અક્ષય સાથે 17 વર્ષ પહેલા આવેલી ફિલ્મ હે બેબી માં કામ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Renuka Shahane : 27 દિવસે 1966 ના જન્મેલી, રેણુકા શહાણે બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં અને ભારતીય ટેલિવિઝનમાં કામ કરતી એક ભારતીય અભિનેત્રી છે
અક્ષય કુમાર ની ફિલ્મ ખેલ ખેલ મેં નું શૂટિંગ થયું પૂરું
અક્ષય ની ફિલ્મ ખેલ ખેલ મેં નું શૂટિંગ મોટા પાયે લંડનમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેનું શૂટિંગ ઉદયપુરમાં પણ થયું છે. હવે ટીમે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
That’s a wrap! 🎬 Filming for #KhelKhelMein starring #AkshayKumar #TaapseePannu #VaaniKapoor #AmmyVirk #AdityaSeal #PragyaJaiswal & #FardeenKhan in the lead has concluded. Brace yourself for an exhilarating mix of laughter and drama, written and directed by #MudassarAziz.… pic.twitter.com/3rgWHELF5d
— T-Series (@TSeries) March 29, 2024
ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ અક્ષય કુમાર ઉપરાંત તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, ફરદીન ખાન, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ જેવા કલાકારો પણ જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)