અક્ષય કુમારનો ( Akshay kumar ) છત્રપતિ શિવાજી મહારાજના ( Chatrapati Shivaji Maharaj ) પરિવેશમાં ફરસ્ટ લુક ખૂબ વાયરલ થયો. પરંતુ આ લુકને રિલીઝ કર્યા પછી હવે સોશિયલ મીડિયા પર તેની ટીકા ( controversy ) થઈ રહી છે. આ વીડિયોમાં છત્રપતિ શિવાજી મહારાજ નો દરબાર હોય તેવો સેટ દેખાઈ રહ્યો છે અને સિંઘાસન ની બંને બાજુએ મશાલ સળગી રહી છે. પરંતુ જ્યારે અક્ષય કુમાર આ દરબારની મધ્યમાં પોતાની આગવી છટાથી ચાલીને કેમેરાની નજીક આવે છે ત્યારે ગોટાળો પકડાઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાત ચૂંટણી : વિવિધ બેઠકો પર હાર-જીતનો ભાવ.. ભાજપમાં આવેલાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ હારશે કે જીતશે? શું કહે છે સટ્ટાબજાર?
શું મિસ્ટેક થઈ ગઈ?
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે વિડિયો ના છેલ્લા શોટમાં અક્ષય કુમાર ની પાછળ એક ઝુમ્મર દેખાય છે. આજ ઝુંમરમાં ઘણા બધા પીળા બલ્બનો લાગેલા છે. બરાબર અક્ષય કુમારનો ચહેરો દેખાય ત્યારે તેની પાછળ ઝુમ્મર પણ દેખાય છે.
હવે સોશિયલ મીડિયા પર લોકો આ વિડીયોની હાંસી ઉડાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ઈતિહાસીક પાત્ર પર ફિલ્મ બનાવતા સમયે મહેશ માંજરેકર જેવો વ્યક્તિ ભૂલ કરી નાખે તે હદ કહેવાય.