News Continuous Bureau | Mumbai
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષયે ( akshay kumar ) ‘ગોરખા’માં ( gorkha ) કામ કરવાની ના પાડી દીધી છે. આ ફિલ્મને આનંદ એલ. રાય ( aanand l rai ) પ્રોડ્યુસ કરવાના હતા. અક્ષય કુમારે પોતે ઓક્ટોબર 2021માં ગોરખામાં કામ કરવાની જાહેરાત કરી હતી. જોકે, તેની જાહેરાત બાદથી ફિલ્મ સાથે જોડાયેલી કોઈ માહિતી સામે આવી નથી. આ ફિલ્મને લઈને ચાહકો સતત ઉત્સાહિત હતા, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ આ પ્રોજેક્ટ કોલ્ડ સ્ટોરેજમાં ગયો છે.
આ કારણે છોડી ફિલ્મ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં અક્ષય કુમાર 1971ના યુદ્ધ ના હીરો મેજર જનરલ ઈયાન કાર્ડોઝી નો રોલ કરવાનો હતો. ઈયાન ગુરખા રેજીમેન્ટ નો હતો. સૂત્રોને ટાંકીને અહેવાલો જણાવે છે કે ફિલ્મની વાર્તાની પ્રામાણિકતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા બાદ અક્ષયે પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી હતી. મેજર કાર્ડોઝી સાથે લડનારા કેટલાક યુનિટના સભ્યોએ તેમની ઘટનાઓની કેટલીક યાદો પર સવાલ ઉઠાવ્યા છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર સેનાનું ઘણું સન્માન કરે છે. ઘણી વખત તેમણે જાહેરમાં સશસ્ત્ર દળો માટે તેમનું સન્માન વ્યક્ત કર્યું છે. આ જ કારણ છે કે અક્ષય એવા કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવા નથી ઈચ્છતો, જેમાં કોઈ પણ પ્રકારની શંકા હોય.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા
સાચી ઘટના પર આધારિત હતી વાર્તા
એવું કહેવાય છે કે 1971ના યુદ્ધ દરમિયાન જનરલ ઈયાન કાર્ડોઝીનો પગ લેન્ડમાઈન પર પડ્યો હતો, જેના પછી તેમનો પગ કપાઈ ગયો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રામ સેતુ પછી અક્ષય ટૂંક સમયમાં સેલ્ફી ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મનું નિર્દેશન ગુડ ન્યૂઝ ફેમ રાજ મહેતાએ કર્યું છે.