News Continuous Bureau | Mumbai
Akshay Kumar: અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ કેસરી 2 ને લઈને ચર્ચામાં છે હાલ અક્ષય તેની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા પર પીએમ મોદી ની એક કલીપ શેર કરીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: Waqf (Amendment) Act 2025: થલાપતિ વિજયે વકફ અધિનિયમ વિરુદ્ધ શરૂ કરી કાયદાકીય લડત, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહી આવી વાત
અક્ષય કુમારની નવી પોસ્ટ
અક્ષય કુમારે પીએમ મોદી ની કલીપ શેર કરી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે, “ગઈકાલે દેશે વૈશાખીનો તહેવાર ઉજવ્યો. ગઈકાલે, જલિયાંવાલા બાગ હત્યાકાંડના 106 વર્ષ પૂર્ણ થયા. આ હત્યાકાંડમાં જીવ ગુમાવનારાઓની યાદો હજુ પણ આપણી સાથે છે. જલિયાંવાલામાં શહીદ થયેલા દેશભક્તો અને અંગ્રેજોની ક્રૂરતા ઉપરાંત, એક બીજું પાસું છે જેને સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યું હતું. આ પાસું માનવતા સાથે, દેશ સાથે ઉભા રહેવાની મજબૂત ભાવનાનું છે. આ ભાવનાનું નામ શંકરન નાયર હતું. તમે કદાચ આ નામ સાંભળ્યું નહીં હોય, પરંતુ આજકાલ તેમની ખૂબ ચર્ચા થઈ રહી છે. શંકરન નાયર જી એક પ્રખ્યાત વકીલ હતા.”
Thank you Prime Minister Shri @narendramodi ji for remembering the great Chettur Sankaran Nair ji and his contribution to our freedom struggle. It is so important that we as a nation, especially the younger generation values the great women and men who fought valiantly to ensure… pic.twitter.com/Na2Dr9ff5t
— Akshay Kumar (@akshaykumar) April 14, 2025
આ કલીપ શેર કરતા અક્ષયે પોતાની પોસ્ટમાં લખ્યું, “એક રાષ્ટ્ર તરીકે, ખાસ કરીને આપણી યુવા પેઢી, એ મહાન મહિલાઓ અને પુરુષોનું સન્માન કરે જેમણે બહાદુરીથી લડાઈ લડી જેથી આપણે એક સ્વતંત્ર દેશમાં રહી શકીએ. અમારી ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ એ દરેકને યાદ અપાવવાનો નમ્ર પ્રયાસ છે કે આપણે આપણા સ્વતંત્રતા સંગ્રામને હળવાશથી ન લેવો જોઈએ.”
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
