Site icon

Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ

Akshay Kumar Convoy Accident: મુંબઈના જુહુ વિસ્તારમાં એરપોર્ટથી ઘરે પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત; રિક્ષા ચાલકની હાલત ગંભીર હોવાનો પરિવારનો દાવો, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સુરક્ષિત.

Akshay Kumar’s escort car overturns in a major accident near Juhu

Akshay Kumar’s escort car overturns in a major accident near Juhu

News Continuous Bureau | Mumbai

Akshay Kumar Convoy Accident: બોલિવૂડ ખિલાડી અક્ષય કુમાર ના સુરક્ષા કાફલાની કારને  મુંબઈના જુહુ સ્થિત તેમના નિવાસસ્થાન પાસે અકસ્માત નડ્યો હતો. જ્યારે અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે એરપોર્ટથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના કાફલાની પાછળ આવતી કાર સાથે એક ઓટો રિક્ષાની જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અક્ષયની એસ્કોર્ટ ગાડી રસ્તા પર પલટી ગઈ હતી અને રિક્ષાના પણ ફુરચેફુરચા ઉડી ગયા હતા. ઘટના સમયે અક્ષય કુમાર તે એસ્કોર્ટ ગાડીમાં હાજર નહોતા, તેથી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અક્ષયની સુરક્ષા ગાડી બે ટાયર પર પલટી ગઈ છે અને રિક્ષાનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Mardaani 3 Runtime: રાની મુખર્જીની ‘મર્દાની 3’ તોડશે લંબાઈના રેકોર્ડ! સેન્સર બોર્ડે આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો ફ્રેન્ચાઇઝીની સૌથી લાંબી ફિલ્મનો રનટાઈમ

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી માહિતી મુજબ, અક્ષય કુમારની ઇનોવા (સુરક્ષા વાહન) ની પાછળ એક મર્સિડીઝ કાર આવી રહી હતી. મર્સિડીઝે ઇનોવાને ટક્કર મારી, જેના કારણે ઇનોવા રિક્ષા સાથે અથડાઈ હતી અને રિક્ષા પલટી ગઈ હતી. જુહુ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.


 ઘાયલ રિક્ષા ચાલકના ભાઈ એ  જણાવ્યું હતું કે, “અક્ષય કુમારના કાફલાની પાછળ આવતી મર્સિડીઝે ઇનોવાને ટક્કર મારી હતી, જેના કારણે મારો ભાઈ રિક્ષા નીચે દબાઈ ગયો હતો. તેની હાલત અત્યંત ગંભીર છે. અમારી વિનંતી છે કે મારા ભાઈની યોગ્ય સારવાર થાય અને રિક્ષાને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે.” હાલમાં જુહુ પોલીસે આ મામલે એફઆઈઆર (FIR) નોંધી નથી અને તપાસ ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Dhurandhar 2 Trailer Out: ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક એક્શન અવતાર, બદલો લેવા માટે તૈયાર છે ‘ધુરંધરો’
Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન
Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?
Vijay Rashmika Wedding Cost: વિજય-રશ્મિકાના લગ્નનો રોયલ ઠાઠ! ૧૨ કરોડનો ખર્ચ અને કરોડોની ગોલ્ડ જ્વેલરી; સાઉથના સુપરસ્ટાર્સના મેગા વેડિંગની વિગતો લીક
Exit mobile version