News Continuous Bureau | Mumbai
War 2: યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પાંચમી સલમાન ખાન સ્ટારર ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થઇ ગઈ છે. સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થઈ ગઈ છે.આ ફિલ્મ માં શાહરુખ ખાન એ પઠાણ અને રિતિક રોશને કબીર ના રોલમાં કેમિયો કર્યો છે. ટાઇગર 3 બાદ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 રિલીઝ થશે. આ ફિલ્મ માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ વોર ની સિક્વન્સ છે. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી અને તેના કેમિયો વિશે એક મોટું અપડેટ આવ્યું છે.
વોર 2 માં આલિયા ભટ્ટનો કેમિયો!
મીડિયા રિપોર્ટ અનુસાર વોર 2 માં આલિયા ભટ્ટ કેમિયો કરી શકે છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ પણ વોર 2 માં જોવા મળી શેક છે. દીપિકા આ પહેલા યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પઠાણ માં જોવા મળી ચુકી છે.તો એવા સંચાર છે કે શાહરુખ ખાન સાથે દીપિકા પણ તેના પઠાણ ના પાત્ર માં જોવા મળી શકે છે. જ્યારે આલિયા ભટ્ટ એક કેમિયો હશે, જે કદાચ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એક નવા પાત્રમાં પ્રવેશ કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા
મીડિયા રિપોર્ટ અનુસાર વોર 2 માં જુનિયર એનટીઆર નેગેટિવ રોલ માં જોવા મળશે. જોકે જુનિયર એનટીઆરએ હજુ સુધી વોર 2 માટેની તારીખોની પુષ્ટિ કરી નથી. પરંતુ તે જાન્યુઆરીથી શૂટિંગ શરૂ કરી શકે છે. એવું માનવામાં આવે છે કે એપ્રિલ 2024 પહેલા તેનું શૂટ સમાપ્ત થઈ જશે.