Site icon

Alia bhatt : દીપિકા અને કટરિના બાદ હવે આ અભિનેત્રી ની થઇ YRFની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી, જાસૂસ બનીને દુશ્મનો ના ઉડાવશે હોશ

 બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં YRFની સ્પાય યુનિવર્સની આઠમી ફિલ્મમાં જોવા મળશે.

Alia bhatt to join aditya chopra yrf spy universe to play a super agent

Alia bhatt to join aditya chopra yrf spy universe to play a super agent

News Continuous Bureau | Mumbai

Alia Bhatt : આદિત્ય ચોપરાની YRF સ્પાય યુનિવર્સ ફરી એકવાર ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં સૌથી મોટા સુપરસ્ટાર આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ યુનિવર્સ ની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી. ‘એક થા ટાઈગર’ ફિલ્મથી શરૂ કરીને આ યુનિવર્સ માં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બની છે. પ્રથમ ફિલ્મની અદભૂત સફળતા પછી, ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘વોર’ અને ‘પઠાણ’, જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની, વગેરે આ યુનિવર્સ નો ભાગ છે.એક ન્યૂઝ પોર્ટલ ના એક અહેવાલ મુજબ, YRF સ્પાય યુનિવર્સ વિસ્તરણ કરવા જઈ રહ્યું છે કારણ કે આદિત્ય ચોપરા હવે એક મહિલા જાસૂસ તરીકે આલિયા ભટ્ટ સાથે એક મોટા બજેટની એક્શન ફિલ્મની યોજના બનાવી રહ્યા છે.

Join Our WhatsApp Community

સ્પાય યુનિવર્સ માં મહિલા જાસૂસ બનશે આલિયા ભટ્ટ

બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ બનાવી છે. આલિયાએ તેની 11 વર્ષની કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી છે.દરમિયાન, એક અહેવાલ આવી રહ્યો છે જે આલિયાના ચાહકોમાં ઉત્તેજના વધારી શકે છે. આલિયા ફરી એકવાર ઓન-સ્ક્રીન એજન્ટ તરીકે જોવા મળશે. આ પહેલા પણ આલિયા ફિલ્મ ‘રાઝી’ માં RAW એજન્ટનો રોલ કરી ચુકી છે, પરંતુ તે ફિલ્મમાં તેણે આટલું એક્શન કર્યું ન હતું. હવે આગામી ફિલ્મમાં આલિયા કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણની જેમ પ્રોફેશનલ એજન્ટ તરીકે લડતી જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: Deputy CM Ajit Pawar: અજીત પવારનુ જોરદાર શક્તિ પ્રદર્શન.. વંદે ભારત એક્સપ્રેસમાં અજીત દાદાનો જબદસ્ત ક્રેઝ જોવા મળ્યો..

શું છે આલિયા ભટ્ટ ની ફિલ્મ નું નામ

ફિલ્મનું હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી, પરંતુ આ ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થઈ શકે છે. હાલમાં આ ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, વોર, પઠાણ, ટાઈગર 3, વોર 2 અને ટાઈગર Vs પઠાણ પછી આ YRF સ્પાય યુનિવર્સની 8મી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે. જ્યારે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ટાઇગર 3 આ દિવાળીએ રિલીઝ થવાની છે, ત્યારે હૃતિક રોશન, એનટીઆર જુનિયર અને કિયારા અડવાણી સાથે ની વોર2 નવેમ્બરમાં ફ્લોર પર જશે. ટાઈગર વર્સીસ પઠાણમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની કેમેસ્ટ્રી પર ફિલ્મ બની શકે છે, એટલા માટે પઠાણમાં બંને સ્ટાર્સને એકસાથે બતાવવામાં આવ્યા હતા. આગામી બે વર્ષમાં 4 ફિલ્મો સાથે, YRF સ્પાય યુનિવર્સ ખૂબ મોટા સ્તરે વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. જેમ કે માર્વેલ સિનેમેટિક યુનિવર્સ હોલીવુડમાં કર્યું છે.

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version