News Continuous Bureau | Mumbai
Alia bhatt national award:નેશનલ એવોર્ડ સેરેમની માટે બોલિવૂડથી લઈને સાઉથ સુધી સ્ટાર્સ દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી માં વિજ્ઞાન ભવન માં આ વિજેતાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડની યાદીમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. અભિનેત્રીને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ સેરેમની માટે અભિનેત્રી પોતાના લગ્ન ની સાડી પહેરેલી જોવા મળી હતી.
પતિ રણબીર કપૂર સાથે પહોંચી આલિયા ભટ્ટ
ગઈકાલે દિલ્હીમાં બી-ટાઉનથી લઈને સાઉથ સુધીના ઘણા મોટા સ્ટાર્સ એવોર્ડ માટે એકઠા થયા હતા. આ સ્ટાર્સ ને ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં બોલિવૂડની એક્ટ્રેસ આલિયા ભટ્ટનું નામ પણ સામેલ છે. નેશનલ એવોર્ડ સેરેમની માટે આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી. આ સેરેમની માટે આલિયા ભટ્ટે તેના લગ્ન ની સાડી પહેરી હતી. આલિયા ભટ્ટ આ દેશી લુક માં ખુબજ સુંદર લાગતી હતી.તમને જણાવી દઈએ કે આલિયાના લગ્ન દરમિયાન તેની ક્લાસિક સબ્યસાચી આઈવરી બ્રાઈડલ સાડી વિશે ઘણી ચર્ચા થઈ હતી. ત્યારે તેની કિંમત 50 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
View this post on Instagram
આલિયા ભટ્ટ ને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ
આલિયા ભટ્ટે તેની કારકિર્દીનો પહેલો નેશનલ એવોર્ડ જીત્યો છે. આ અવસર પર અભિનેત્રી તેના પતિ રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આલિયા ને આ એવોર્ડ તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે મળ્યો છે.તમને જણાવી દઈએ કે આ વખતે એક નહીં પરંતુ બે અભિનેત્રીઓને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે. એક આલિયા ભટ્ટ ને અને બીજો અભિનેત્રી કૃતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું