News Continuous Bureau | Mumbai
તાજેતરમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ચંદીગઢ વિભાગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો એક વીડિયો હતો, જેમાં તે નશા મુક્ત ભારત અભિયાનનું સમર્થન કરતી જોવા મળી હતી. જોકે, આ વીડિયો પર લોકો તરફથી ભારે નકારાત્મક પ્રતિક્રિયાઓ આવતાં NCBને પોસ્ટનું કમેન્ટ સેક્શન બંધ કરવાની ફરજ પડી હતી.
આ વીડિયોને 680થી વધુ વખત રીપોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને 1.1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “આલિયા ભટ્ટ #DrugsFreeBharat #NashaMuktBharat #azadifromdrugsના સંદેશને ફેલાવવા માટે NCB સાથે જોડાઈ છે.”
Alia Bhatt joins hands with NCB to spread the message of a #DrugsFreeBharat #NashaMuktBharat #azadifromdrugs pic.twitter.com/blY2Jnxifq
— Narcotics Control Bureau Chandigarh (@ncbchandigarh) August 14, 2025
આલિયાના વીડિયોમાં શું હતું?
વીડિયોમાં આલિયાએ કહ્યું હતું, “હેલો ફ્રેન્ડ્સ, હું આલિયા ભટ્ટ. આજે હું ડ્રગ્સની લતના એક અત્યંત ગંભીર મુદ્દા વિશે વાત કરવા માંગુ છું અને તે આપણા જીવન, સમાજ અને રાષ્ટ્ર માટે કેવી રીતે ખતરો બની રહ્યું છે. ડ્રગ્સ વિરુદ્ધના આ વિશેષ અભિયાનમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સમર્થન આપો. જીવનને ‘હા’ કહો અને ડ્રગ્સને ‘ના’ કહો. તમે નીચે આપેલી લિન્ક પર જઈને અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને ડ્રગ્સ વિરુદ્ધ ઈ-પ્લેજ લઈ શકો છો અને તમે ચોક્કસપણે NCB સાથે જોડાઈ શકો છો. જય હિંદ.”
આ સમાચાર પણ વાંચો : Online Betting: મોદી સરકારનો વધુ એક પ્રહાર; ઓનલાઈન બેટિંગ ગેમ્સ સાથે છે સંબંધ
લોકોએ કેમ નકારાત્મક પ્રતિક્રિયાઓ આપી?
આ પોસ્ટ પર શરૂઆતમાં છ કોમેન્ટ્સ આવી, ત્યારબાદ NCBએ કમેન્ટ્સ મૂકવાનો વિકલ્પ સંપૂર્ણપણે બંધ કરી દીધો. આ થોડી કોમેન્ટ્સમાં જ લોકોએ આલિયાને આ અભિયાન માટે યોગ્ય પસંદગી ન ગણાવી. લોકોએ આ વીડિયોને ‘વ્યંગાત્મક’ ગણાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ તેમના પતિ રણબીર કપૂરનું નામ પણ લીધું.એક વ્યક્તિએ તો પ્લેજ લેવાની આખી પ્રક્રિયાને જ ખોટી ગણાવી. તેમણે લખ્યું, “આ લોકો આપણને કેમ પ્લેજ લેવડાવે છે? ક્યારે કોઈ પ્લેજે કામ કર્યું છે? જો કોઈ મને ડ્રગ્સ ઓફર કરશે, તો હું એવું નહીં કહું કે મેં આલિયા ભટ્ટને વચન આપ્યું છે.”
અન્ય પોસ્ટ્સ પર કમેન્ટ સેક્શન ચાલુ
NCBના ચંદીગઢ એકાઉન્ટની અન્ય બધી પોસ્ટ્સ પર કમેન્ટ કરવાનો વિકલ્પ હજી પણ ઉપલબ્ધ છે, જે દર્શાવે છે કે માત્ર આલિયા ભટ્ટવાળી પોસ્ટ જ ખાસ કરીને ટ્રોલિંગનો શિકાર બની હતી.