News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીને લઈને ચર્ચામાં છે . રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મનું ગીત પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. આલિયા થોડા દિવસો પહેલા ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના એક ગીતના શૂટિંગ માટે કાશ્મીર ગઈ હતી. રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આલિયા તેની આગામી ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર ગઈ છે અને રાહા પણ તેની સાથે ગઈ છે અને હું બંનેને ખૂબ મિસ કરી રહ્યો છું.
આલિયા ભટ્ટે શેર કર્યો વિડીયો
આલિયા ભટ્ટના આ લેટેસ્ટ વીડિયોની વાત કરીએ તો, અભિનેત્રી બીચ પર સૂતી પાણીના મોજાની મજા લેતી જોવા મળે છે. આલિયા ભટ્ટનો નો મેકઅપ લુક પર થી નજર હટાવવી મુશ્કેલ છે અને તે તેની આગામી ફિલ્મનું તાજેતરમાં રિલીઝ થયેલ ગીત તુમ ક્યા મિલે ગાતી જોવા મળે છે.આલિયા ભટ્ટના આ વીડિયો પર એક કલાકમાં 4 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તમામ નેટીઝન્સ તેને આલિયાનો લગ્ન અને પ્રેગ્નન્સી પછીનો શ્રેષ્ઠ વીડિયો ગણાવી રહ્યા છે.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ના લગ્ન
આ સમાચાર પણ વાંચો: High alert : 24 કલાકમાં 19 રાજ્યોમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ, ગુજરાતની હાલત ખરાબ, મંદિરો ડૂબી ગયા
આલિયાએ લાંબા સંબંધો બાદ ગયા વર્ષે એપ્રિલમાં અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 6 નવેમ્બર 2022ના રોજ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. આલિયાએ તેની પ્રેગ્નન્સી પહેલા ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કર્યું હતું, પરંતુ તેણે રાહાના જન્મ પછી આ ગીત શૂટ કર્યું હતું.તમને જણાવી દઈએ કે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં રણવીર અને આલિયાની સાથે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. આ ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થશે.
Join Our WhatsApp Community