Site icon

સોનમ કપૂરના પતિ આનંદ આહુજા પર લાગ્યો છેતરપિંડી નો ગંભીર આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર 

સોનમ કપૂર અવારનવાર તેના પતિ એટલે કે આનંદ આહુજા સાથે ફોટા શેર કરતી રહે છે. લોકો ભલે આનંદ આહુજાને સોનમના પતિ તરીકે જાણતા હોય પરંતુ તે એક સફળ બિઝનેસમેન છે. હાલમાં જ આનંદ વિશે એક સમાચાર આવી રહ્યા છે કે સોનમ કપૂરના પતિ બિઝનેસમેન આનંદ આહુજા પર છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સોનમના પતિ પર આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપની સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે અને ટેક્સ અને કસ્ટમ્સ ડ્યુટીને બચાવવા માટે કાગળો સાથે કથિત રીતે ચેડા કર્યા છે. અગાઉ જાન્યુઆરીમાં પણ આનંદ આહુજાએ કંપનીના એક શિપમેન્ટમાં વિલંબનો ઉલ્લેખ કર્યો હતો.આવી સ્થિતિમાં, તેમણે એક ટ્વિટ દ્વારા કહ્યું હતું – શું કોઈ MyUS માં કોઈ વ્યક્તિને ઓળખે છે? કંપની સત્તાવાર કાગળોની કાર્યવાહીને નકારી રહી છે. આનંદ આહુજાએ ટ્વિટર પર કરેલી ફરિયાદના જવાબમાં કંપનીએ પ્રતિક્રિયા આપી હતી. કંપનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે સમસ્યા તેમની તરફથી નહીં પરંતુ આહુજા દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજોમાં હતી. ઉપરાંત, કંપનીએ દાવો કર્યો હતો કે સામાન સાથે આપવામાં આવેલ ઇનવોઇસમાં માલ માટે ચૂકવવામાં આવેલી રકમ કરતાં 90 ટકા ઓછું મૂલ્ય દર્શાવવામાં આવ્યું હતું.

અહેવાલો અનુસાર, બાદમાં શિપિંગ કંપનીના ટ્વિટ્સ વાયરલ થવા લાગ્યા, ત્યારબાદ આનંદ આહુજાએ MyUS PDF રસીદ અને બેંક સ્ટેટમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. તેણે એમ પણ કહ્યું કે તેની પાસેથી વધુ ચાર્જ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લાંબા સમય સુધી કંપનીએ સામાન પોતાની પાસે રાખ્યો. આ મામલે સોનમ તેના પતિના સમર્થનમાં ઉભી છે. તમને જણાવી દઈએ કે સોનમ તેના પતિ સાથે ન્યૂયોર્કમાં રહે છે. અને કામના સંબંધમાં મુંબઈ આવતી જતી  રહે છે.

રાખી સાવંતે કંગના રનૌતને આપી ચેલેન્જ, તેના શો 'લોકઅપ' ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

તમને જણાવી દઈએ કે સોનમ અને આનંદે 2018માં મુંબઈમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. અનિલ કપૂરે પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. લગ્નમાં આખું બોલિવૂડ સામેલ થયું હતું. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તે દરમિયાન સોનમના લગ્ન સાથે જોડાયેલા ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. જણાવી દઈએ કે સોનમ લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તે છેલ્લે 2019માં ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મ બ્લાઈન્ડ છે, જેનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે.

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version