KSBKBT 2: કેમ તુલસીએ છોડ્યું શાંતિનિકેતન? KSBKBT 2 માં જબરદસ્ત વળાંક, મિહિર ઉર્ફે અમર ઉપાધ્યાયે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

KSBKBT 2: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ના આગામી એપિસોડ્સમાં દર્શકોને મોટો ફેરફાર જોવા મળશે. મિહિરની સચ્ચાઈ સામે આવ્યા બાદ તુલસીએ વિરાણી પરિવાર અને ઘરનો ત્યાગ કર્યો છે, જે વાર્તાને એક નવા વળાંક પર લઈ જશે.

by Zalak Parikh
Amar Upadhyay Shocked by Leap in 'Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2'

News Continuous Bureau | Mumbai

KSBKBT 2: સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’ (KSBKBT 2) માં હવે એક મોટો વળાંક એટલે કે ‘લીપ’ આવવા જઈ રહ્યો છે. મિહિર વિરાણીની ભૂમિકા ભજવતા અમર ઉપાધ્યાયે જણાવ્યું કે આ લીપ તેના માટે આશ્ચર્યજનક અને ભાવુક છે. તુલસી વિરાણીએ ઘર છોડી દીધું છે અને હવે મિહિર શાંતિનિકેતનમાં એકલો પડી ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી

અમર ઉપાધ્યાયે વ્યક્ત કરી હેરાની

એક મીડિયા હાઉસ સાથેની ખાસ વાતચીતમાં અમર ઉપાધ્યાયે લીપ અંગે પોતાની પ્રતિક્રિયા આપી.અમરે કહ્યું, “જ્યારે મને લીપ વિશે ખબર પડી, ત્યારે હું ખરેખર હેરાન હતો. એક પર્ફોર્મર તરીકે મારા માટે આ સૌથી પડકારજનક સમય રહેવાનો છે. મિહિરના પાત્રમાં ફરી એકવાર તુલસીનો વિશ્વાસ તોડવો અને તેના વગર રહેવું એ પાત્ર માટે ઘણું અઘરું છે.”અમર ઉપાધ્યાયે શૂટિંગ દરમિયાનના પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું, “લીપ પછી શાંતિનિકેતનમાં પગ મૂકવો અને તેને ખાલી જોવું એ મિહિર તરીકે મારા માટે ખૂબ જ પીડાદાયક હતું. ત્યાંની શાંતિ શબ્દો કરતાં વધુ ઘણું કહી રહી હતી.” હવે મિહિર પસ્તાવો અને એકલતા સાથે કેવી રીતે આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે.

 

View this post on Instagram

 

A post shared by StarPlus (@starplus)


અત્યારે શોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. મિહિરની છેતરપિંડી સામે આવ્યા બાદ તુલસીએ મક્કમતાથી ઘર છોડવાનો નિર્ણય લીધો છે. બાળકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તુલસીએ સાફ કહી દીધું કે તે હવે આ ઘરમાં રહી શકશે નહીં. શાંતિનિકેતન છોડીને તુલસી હવે અંગદ પાસે પહોંચી ગઈ છે, જે વાર્તામાં નવો રોમાંચ લાવશે.સિરિયલ ના પહેલા ભાગમાં પણ લીપ એક મહત્વનો વળાંક રહ્યો હતો. હવે ભાગ 2 માં લીપ પછી નવા કલાકારોની એન્ટ્રી થશે કે કેમ અને તુલસી-મિહિરના સંબંધો શું વળાંક લેશે, તે જાણવા ફેન્સ આતુર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More