ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૧ જૂન ૨૦૨૧
શુક્રવાર
બોલિવૂડની ડ્રામા ક્વિનનાં નામે જાણીતી રાખી સાવંત અવાર નવાર કોઇનાં કોઇ કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. રિયાલિટી શો બિગ બોસ 14 માં ધમાલ મચાવ્યા બાદ રાખી પેપરાઝીની ફેવરેઇટ બની ગઇ છે. કોરોનાની વચ્ચે પણ તે ક્યાંય ને ક્યાંય ફરતી નજર આવી છે. હાલ ડ્રામા ક્વિનનાં વીડિયો ઇન્ટરનેટ પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાખી સાવંત વરસાદમાં નાચતા નજર આવી રહી છે. આ વીડિયોમાં રાખી 'ટિપ ટિપ બરસા પાની' ગાય છે. અને પછી ડાન્સ કરે છે.
ખાનગી રસીકરણ કેન્દ્રો માટે પાલિકાએ નક્કી કર્યા આ મહત્તમ દર; જાણો કિંમત અહીં
ગત દિવસોમાં બિગ બોસમાં ધમાલ મચાવ્યા બાદ હવે રાખી સોશિયલ મીડિયાની દુનિયામાં ધમાલ મચાવી રહી છે. હંમેશા તે પોતાનાં મજેદાર વીડિયો રાખી ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર રાખી સાવંતના વીડિયોને ખુબજ પસંદ કરવામાં આવે છે.