News Continuous Bureau | Mumbai
Ambani Wedding Invite:બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન વર્ષની શરૂઆતથી જ ચર્ચામાં છે. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્ન સંબંધિત વિધિઓ ચાલી રહી છે. હવે તેમના લગ્નનું વધુ એક લક્ઝરી કાર્ડ વાયરલ થઈ રહ્યું છે અને ચારેબાજુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.દરમિયાન અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ કાર્ડ મેળવનારાઓએ સોશિયલ મીડિયા પર તેની એક ઝલક શેર કરી છે. જેમાં અદભૂત આમંત્રણ કાર્ડ વિશે વિગતવાર માહિતી વીડિયોમાં આપવામાં આવી છે.
Ambani Wedding Invite:સંસ્કૃતિનો સંગમ બનાવવાનો પ્રયાસ
આ વાયરલ વીડિયોમાં કાર્ડનું અનબોક્સિંગ બતાવવામાં આવ્યું છે. આ આમંત્રણ એક મોટા અને સુંદર રીતે શણગારેલા નારંગી રંગના બોક્સમાં આવે છે. બૉક્સની ઉપર પર ભગવાન વિષ્ણુની એક છબી છે. જેના હૃદયમાં દેવી લક્ષ્મી છે, અને તેની આસપાસ વિષ્ણુનો સ્લોક લખાયેલો છે. કાર્ડ જોઈને સ્પષ્ટ કહી શકાય છે કે અંબાણી પરિવારે સંપત્તિ સાથે સંસ્કૃતિનો સંગમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
Ambani Wedding Invite:જુઓ મંદિર લગ્ન કાર્ડ
#WATCH | Video of wedding invitation card of Anant Ambani and Radhika Merchant as shared by one of the card recepients pic.twitter.com/zTas6pjsUM
— ANI (@ANI) June 27, 2024
Ambani Wedding Invite: આ રીતે આપવામાં આવ્યો પર્સનલ ટચ
વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે બોક્સની અંદર મૂર્તિથી સુશોભિત સુવર્ણ પુસ્તક છે. પ્રથમ પૃષ્ઠ પર ભગવાન ગણેશની છબી છે, જેને અલગ અને ફ્રેમ કરી શકાય છે. આગળના પૃષ્ઠો પર રાધા અને કૃષ્ણના ચિત્રો છે. આમંત્રણ પત્રની સાથે અંબાણી પરિવારની હસ્તલિખિત નોંધ ધરાવતું એક નાનું પરબિડીયું છે. પત્રમાં નીતા અંબાણી પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને તમામ મહેમાનોને આ શુભ અવસર પર આવવા આમંત્રણ કરી રહ્યા છે. આમત્રંણ કાર્ડમાં ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને મા અંબેના ચિત્રો પણ છે, જેને અલગ કરીને ફ્રેમ કરી શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Anant-Radhika wedding: મુકેશ અંબાણી ના ઘર એન્ટેલિયા માં થયું મોહન ભાગવત નું ઉષ્માભેર સ્વાગત,અતિથિ ના સરભરા માં જોવા મળ્યો અંબાણી પરિવાર, જુઓ વિડીયો
Ambani Wedding Invite: આવતા મહિને બંધાશે લગ્નના બંધનમાં
તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આવતા મહિને થવા જઈ રહ્યા છે. લગ્નની શુભ તારીખ 12મી જુલાઈ નક્કી કરવામાં આવી છે. જો કે, લગ્ન સંબંધિત વિધિઓ તે પછી પણ ચાલુ રહેશે. લગ્ન બાદ 13મી જુલાઈના રોજ શુભ આશીર્વાદ અને 14મી જુલાઈના રોજ મંગલ ઉત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્નના કાર્ડની સાથે બોક્સમાં દરેક ફંકશન માટે અલગ અલગ કાર્ડ આપવામાં આવ્યા છે.