News Continuous Bureau | Mumbai
Anushka sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ની પ્રગ્નેન્સી ચર્ચા નો વિષય બની છે. થોડા સમય પહેલા અનુષ્કા અને વિરાટ મુંબઈ માં એક ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા.ત્યારબાદ અનુષ્કા ની પ્રગ્નેન્સી એ જોર પકડ્યું હતું. હવે પ્રેગ્નન્સીની અફવાઓ વચ્ચે અનુષ્કા શર્માએ પોતાના બેબી બમ્પની તસવીર શેર કરી છે. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કા-વિરાટ કોહલીએ હજી સુધી આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તાજેતરમાં અભિનેત્રી ની પોસ્ટ એ બધાને મોટો આંચકો આપ્યો છે.
અનુષ્કા શર્મા એ શેર કરી પોસ્ટ
મુંબઈ માં એક ક્લિનિક ની બહાર સ્પોટ થયા બાદ સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે અનુષ્કા અને વિરાટ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે, આ દંપતીએ આ અફવાઓ પર મૌન જાળવી રાખ્યું છે. દરમિયાન, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રથમ બેબી બમ્પ તસવીરો શેર કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફોટો એક ફોન બ્રાન્ડની જાહેરાતનો છે. અનુષ્કા શર્માનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે.’
View this post on Instagram
અનુષ્કા શર્મા ની આવનારી ફિલ્મ
અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ ક્રિકેટ ખેલાડી ઝુલન ગોસ્વામીના જીવન પર બનેલી બાયોપિક છે.અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો જેમાં શાહરૂખ ખાન અને કેટરિના કૈફ પણ હતા.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: આલિયા ભટ્ટ ના લિપસ્ટિક વાળા નિવેદન બાદ ખરાબ રીતે ટ્રોલ થયેલ રણબીર કપૂરે તોડ્યું મૌન, વિડીયો થયો વાયરલ