News Continuous Bureau | Mumbai
સિનેમા જગતના બે મોટા દિગ્ગજ અમિતાભ બચ્ચન અને રજનીકાંત ઘણા વર્ષો પછી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળવાના છે. તેના ચાહકો માટે આનાથી મોટી ભેટ શું હોઈ શકે. અમિતાભ અને રજનીકાંતે ‘હમ’, ‘અંધા કાનૂન’ અને ‘ગિરફ્તાર’ સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને જ્યારે પણ સાથે આવ્યા ત્યારે સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવી દીધી. હવે 32 વર્ષ બાદ અમિતાભ અને રજનીકાંત ફરીથી સ્ક્રીન શેર કરશે. ખાસ વાત એ છે કે આ રજનીકાંતના કરિયરની 170મી ફિલ્મ પણ છે.
રંજનીકાંત ની ફિલ્મ માં અમિતાભ ભજવશે મહત્વની ભૂમિકા
રજનીકાંતે હાલમાં જ ફિલ્મ ‘જેલર’નું શૂટિંગ પૂરું કર્યું છે. હાલમાં તે ‘લાલ સલામ’માં કામ કરી રહ્યો છે. આ બંને ફિલ્મો પછી તે ડિરેક્ટર ટીજે જ્ઞાનવેલની ફિલ્મ ‘થલાઈવર 170’નું શૂટિંગ શરૂ કરશે. અત્યારે આ ફિલ્મનું નામ ‘થલાઈવર 170’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ લાયકા પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર, રજનીકાંત સ્ટારર ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મ ક્યારે ફ્લોર પર જશે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવી અપેક્ષા છે કે ‘થલાઈવર 170’નું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે. અગાઉ એવા અહેવાલો હતા કે અમિતાભ બચ્ચનનો રોલ સૌપ્રથમ ‘પોનીયિન સેલ્વન’ના અભિનેતા ચિયાન વિક્રમને ઑફર કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: 27 વર્ષ પહેલા ‘મિસ વર્લ્ડ ગાલા’ના કારણે અમિતાભ બચ્ચન થયા હતા દેવાળિયા, કેબીસી, અને યશ ચોપરા એ આ રીતે બચાવી લાજ