Site icon

અમિતાભ બચ્ચને બે વાર ખરીદ્યો હતો તેમનો બંગલો ‘જલસા’, જાણો કયા નિર્માતા પાસેથી બિગ બીએ ખરીદ્યું તેમના સપનાનું ઘર

અમિતાભ બચ્ચને તેમનો બંગલો ‘જલસા’ એક વાર નહિ પરંતુ બે વાર ખરીદ્યો હતો. આજે તે બંગલા ની કિંમત કરોડો માં છે. આવો જાણીએ તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

amitabh bachchan bought jalsa from this producer actor purchased this house twice

અમિતાભ બચ્ચને બે વાર ખરીદ્યો હતો તેમનો બંગલો 'જલસા', જાણો કયા નિર્માતા પાસેથી બિગ બીએ ખરીદ્યું તેમના સપનાનું ઘર

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સુપરહીરો કહેવામાં આવે છે. અભિનેતાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે અને હજુ પણ તે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પોતાની પરંપરાઓનું પાલન કરવા માટે ખૂબ જ જાણીતા છે. તેનો પરિવાર પણ આ બધી બાબતોમાં ઘણો આગળ છે. પરંતુ આજે અમે અમિતાભ બચ્ચનના ઘર ‘જલસા’ વિશે વાત કરવાના છીએ.

Join Our WhatsApp Community

 

 બે વાર અમિતાભ બચ્ચને ખરીદ્યો હતો જલસા બંગલો

અમિતાભ બચ્ચને પોતાનો બંગલો જલસા એક નહીં પરંતુ બે વાર ખરીદ્યો હતો. જણાવી દઈએ કે પહેલા નિર્માતા એનસી સિપ્પી આ બંગલાના માલિક હતા. પરંતુ અમિતાભે તેમની પાસેથી આ બંગલો ખરીદ્યો હતો. જોકે, કોઈ કારણસર બિગ બીને આ બંગલો વેચવો પડ્યો હતો. પરંતુ ફરી એકવાર તેણે આ બંગલો ખરીદ્યો અને તેને તોડીને તેનું સંપૂર્ણ નવીનીકરણ કરાવ્યું.જો સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘જલસા’નું શરૂઆતમાં અમિતાભ અથવા જયા બચ્ચનના નામ પર નહોતો. વાસ્તવમાં ટેક્સ બચાવવા માટે આ બંગલો અમિતાભના ભાઈ અજિતાભ અને તેમની ભાભી રામોલાના નામે ખરીદ્યો હતો. જોકે, 2006 પછી આ બંગલો જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 

 

અમિતાભ બચ્ચન ના ઘર જલસા ની કિંમત 

જાણકારી માટે તમને જણાવી દઈએ કે બિગ બીનું ઘર ‘જલસા’ કોઈ સીમાચિહ્નથી ઓછું નથી માનવામાં આવતું. અમિતાભ બચ્ચનનો બંગલો ‘જલસા’ મુંબઈના જુહુમાં આવેલો છે અને એટલું જ નહીં તેની કિંમત પણ 100 થી 120 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ બંગલામાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. જેમાં સૌથી લોકપ્રિય ફિલ્મ ગણાતી ‘ચુપકે ચુપકે’ પણ છે ફિલ્મ ‘ચુપકે ચુપકે’માં જયા બચ્ચનને જલસાની માલકીન તરીકે દર્શાવવામાં આવી હતી. એટલે કે આ ફિલ્મમાં જલસાને જયા બચ્ચનના ઘર તરીકે બતાવવામાં આવ્યું હતું. આટલું જ નહીં, ‘આનંદ’ અને ‘સત્તે પ્રતિ સત્તા’ની સાથે ‘નમક હરામ’ જેવી સુપરહિટ ફિલ્મોનું પણ શૂટિંગ આ બંગલામાં થયું હતું.

આ સમાચાર પણ વાંચો: વર્ષો પછી મિસ વર્લ્ડનું આયોજન કરી રહ્યું છે ભારત, જાણો કોણ કરશે દેશનું પ્રતિનિધિત્વ

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
Ayushmann Khurrana: ‘થામા’ની સફળતા બાદ આયુષ્માન ખુરાનાને મળ્યો સૂરજ બડજાત્યાનો પ્રોજેક્ટ, કહી આવી વાત
Baahubali: The Epic: ‘બાહુબલી: ધ એપિક’નો ચાલ્યો જાદુ! દિલ્હી અને મુંબઈમાં કેટલા છે ટિકિટના ભાવ? જુઓ સૌથી મોંઘી અને સસ્તી સીટની કિંમત
Dining With The Kapoors: રોશન બાદ હવે કપૂર ખાનદાન ના ખુલશે રહસ્ય, આવી રહી છે ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’, જાણો ક્યારે રિલીઝ થશે આ ડોક્યુમેન્ટ્રી
Exit mobile version