News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: બોલિવૂડ સેલેબ્સ ફિલ્મો સિવાય રમત ગમત માં પણ શોખ ધરાવે છે. શાહરુખ ખાન, પ્રીતિ ઝિન્ટા જેવા સ્ટાર્સ આઇપીએલ માં પોતાની ટિમ ધરાવે છે તો અભિષેક બચ્ચની પ્રો કબ્બડ્ડી માં પોતાની એક ટિમ છે. મુંબઈ માં 2 માર્ચ થી શરૂ થનારી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) માં અક્ષય કુમાર શ્રીનગર ની ટિમ નો માલિક બન્યો છે તો હવે આ કડી માં બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન નું પણ નામ જોડાઈ ગયું છે. બિગ બી મુંબઈ ટીમના માલિક બન્યા છે.
અમિતાભ બચ્ચને શેર કરી પોસ્ટ
અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ લખી છે આ સાથે તેમને એક તસવીર પણ શેર કરી છે. અમિતાભ બચ્ચને તેમની પોસ્ટ માં લખ્યું, ‘એક નવો દિવસ, એક નવી શરૂઆત… આ લીગમાં મુંબઈ સાથે ટીમના માલિક તરીકે સંકળાયેલું હોવું મારા માટે સન્માનની વાત છે. આના દ્વારા નવી ઉભરતી પ્રતિભાઓને સુવર્ણ તક મળશે આ તે ખેલાડીઓ માટે એક મોટી તક છે જેમણે શેરીઓ અને ગલીઓમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. તેઓ હવે પ્રોફેશનલી ટીમમાં જોડાઈને લાખો લોકોની સામે તેમની પ્રતિભા દર્શાવી શકશે.’
તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) એ ટી 10 ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેનું આયોજન 2 માર્ચથી 9 માર્ચ દરમિયાન મુંબઈના એક સ્ટેડિયમમાં કરવામાં આવશે. આ લીગમાં હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા અને શ્રીનગરની ટીમો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રથમ વખત ટી-10 ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્ટેડિયમમાં રમાશે.
આ સમાચાર પણ વાંચો : Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ