Amitabh Bachchan: કેબીસી 17 ને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવા ના સમાચાર પર અમિતાભ બચ્ચન એ લગાવી બ્રેક, લોકો ની થઇ બોલતી બંધ

Amitabh Bachchan: કેબીસી 16 પછી એવી અફવાઓ હતી કે અમિતાભ બચ્ચન હવે શો હોસ્ટ નહીં કરે અને સલમાન ખાન તેમની જગ્યા લેશે, પરંતુ હવે બિગ બીએ પોતે જ આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. .

by Zalak Parikh
Amitabh Bachchan Confirms Return as Host for KBC 17

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan: ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ને લઈને હાલમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. આ શોને છેલ્લા ઘણા વર્ષોથી મેગાસ્ટારઅમિતાભ બચ્ચન હોસ્ટકરી રહ્યા છે. દર્શકોને શોમાં તેમનો અંદાજ ખૂબ પસંદ આવે છે. જોકે, પાછલી સીઝનએટલે કે કેબીસી 16 પછી એવી અફવાઓ સામે આવી હતી કે તેઓ હવે શોની આગામી સીઝન હોસ્ટ નહીં કરે. એવી અટકળો હતી કે બિગ બી ની જગ્યાએ સલમાન ખાન આ શોને હોસ્ટ કરતા જોવા મળશે. પરંતુ હવે આ તમામ અટકળો પર ખુદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પૂર્ણવિરામ મૂકી દીધું છે.

આ સમાચાર પણ વાંચો : Hrithik Roshan On War 2: ‘વોર 2’ નું શૂટિંગ પૂરું થતાં ભાવુક થયો હૃતિક રોશન, સોશિયલ મીડિયા પર શેર કરી હૃદય સ્પર્શી નોટ

અમિતાભ બચ્ચને શરૂ કરી KBC 17 ની તૈયારીઓ

અમિતાભ બચ્ચને તેમના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની આગામી સીઝનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બિગ બીએ પોતાના સત્તાવાર બ્લોગ પર પડદા પાછળની ઘણી તસવીરો શેર કરી છે. આ પોસ્ટ  થી આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે તેઓ કેબીસીમાં હોસ્ટ તરીકે ફરીથી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતર માં  એવી ખબર આવી હતી કે સલમાન ખાન કેબીસી 17 ના હોસ્ટ તરીકે બિગ બીની જગ્યા લેશે, પરંતુ આ બ્લોગ પોસ્ટથી તે સમાચાર ખોટા સાબિત થયા છે.


અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે, “કામ શરૂ કરી દીધું છે – અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, લોકોની પાસે પાછા આવવાની… તેમના જીવન અને જીવનશૈલીને સુધારવાની તેમની ઈચ્છાઓમાં તેમની સાથે રહેવાની… એક એવી તક જે એક કલાકમાં જીવન બદલી નાખે છે.”આ પોસ્ટ સાથે બિગ બીએ બે ફોટાનો કોલાજ શેર કર્યો છે. જેમાં તેઓ રંગબેરંગી જેકેટ સાથે માથા પર કપડું બાંધેલા જોવા મળે છે. આ સમાચારથી બિગ બીના ચાહકો ખૂબ જ ખુશ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More