News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખુબ એક્ટિવ રહે છે. હાલ અમિતાભ બચ્ચન બધે છવાયેલા છે. જ્યારથી અમિતાભ બચ્ચને અયોધ્યા માં પ્લોટ લીધો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારથી બિગ બી ચર્ચામાં છે પરંતુ હાલ અમિતાભ બચ્ચન તેમના સ્વાસ્થ્ય ને લઈને ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં અમિતાભ બચ્ચન ના હાથ ની સર્જરી થઇ છે જેની જાણકારી અમિતાભ બચ્ચને પોતે આપી છે.
અમિતાભ બચ્ચન ના હાથની થઇ સર્જરી
અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના હાથની સર્જરી કરાવી છે. અમિતાભ બચ્ચને એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે તેઓ ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ના લોન્ચિંગ પહેલા અક્ષય કુમાર સાથે શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ ના શોટ વચ્ચે અમિતાભ બચ્ચને અક્ષય સાથે સર્જરી ની વાત કરી હતી. અમિતાભ બચ્ચને આ બ્લોગ સાથે તેમની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેઓ હાથ માં બેન્ડ બાંધેલા જોવા મળે છે.
જોકે અમિતાભ બચ્ચને એ ખુલાસો નથી કર્યો કે, તેમની સર્જરી ક્યારે અને શા માટે કરવામાં આવી હતી, પરંતુ બિગ બી એ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર અને સૂર્યા સાથે સેટ પર રિતિક રોશન પણ હાજર હતો.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan Ayodhya: અમિતાભ બચ્ચને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યા માં ખરીદ્યો અધધ આટલો મોંઘો પ્લોટ, જાણો કેટલી છે જગ્યા અને તેની કિંમત