News Continuous Bureau | Mumbai
Agastya nanda ramayan: બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન નો પૌત્ર અને શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાના પુત્ર અગસ્ત્ય નંદા મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત રોમેન્ટિક ડ્રામા શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન અને બોની કપૂર અને સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી ખુશી કપૂર પણ હશે. અગસ્ત્ય પાસે તેના ડેબ્યુ પહેલા જ ઘણા પ્રોજેક્ટ્સ તૈયાર છે અને હવે એવી ચર્ચા છે કે અગસ્ત્યને નિતેશ તિવારીની આગામી ‘રામાયણ’ માં લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે આ ઓફર ફગાવી દીધી છે.
અગસ્ત્ય નંદા ને મળી હતી રામાયણ માં લક્ષ્મણ ની ભૂમિકા ની ઓફર
પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને પણ ‘રામાયણ’ની ઑફર મળી હતી. લક્ષ્મણની ભૂમિકા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ઓફર ઠુકરાવી દીધી હતી.તેની પાછળનું કોઈ મોટું કારણ તો સામે નથી આવ્યું પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે અગસ્ત્ય નંદા તેની કારકિર્દીની શરૂઆતમાં કોઈ સહાયક ભૂમિકા ભજવવા નથી માંગતો. એટલા માટે તેણે આ બિગ બજેટ ફિલ્મની ઓફર ફગાવી દીધી હતી. સ્વાભાવિક છે કે લક્ષ્મણ માટે અન્ય અભિનેતાની શોધ ચાલી રહી છે.
View this post on Instagram
અગસ્ત્ય નંદા નું વર્ક ફ્રન્ટ
તમને જણાવી દઈએ કે,અગસ્ત્ય નંદા ‘ધ આર્ચીઝ’માં આર્ચી એન્ડ્રુઝની ભૂમિકા ભજવતો જોવા મળશે. એટલું જ નહીં પરંતુ તેની પાસે શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ‘ઈક્કીસ’ છે.
આ સમાચાર પણ વાંચો : Aarya 3 teaser: સિંહણ બનીને ગર્જના કરવા આવી રહી છે સુષ્મિતા સેન, ‘આર્યા 3’ના ટીઝરમાં જોવા મળ્યો એક્ટ્રેસનો અલગ અંદાજ, જુઓ સિરીઝ નું ધમાકેદાર ટીઝર