News Continuous Bureau | Mumbai
Naynayanthara: સંજય લીલા દ્વારા નિર્દેશિત ફિલ્મ બૈજુ બાવરા સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મમાં રણવીર સિંહને લીડ રોલમાં લેવામાં આવ્યો છે અને હવે મેકર્સ ફિલ્મ માટે હિરોઈનની શોધમાં છે. જો કે રણવીર સિંહ સાથેની આ ફિલ્મ માટે આલિયા ભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ડેટ મિસમેચ થવાને કારણે આલિયા આ ફિલ્મનો ભાગ નહીં બને. તાજેતરના અહેવાલો અનુસાર, નયનતારા ને બૈજુ બાવરા માં મહત્વની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બૈજુ બાવરા માટે નયનતારા નો કરવામાં આવ્યો સંપર્ક
મીડિયા રિપોર્ટ્સ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરિષ્ઠ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત મ્યુઝિકલ પીરિયડ ડ્રામા બૈજુ બાવરા માં મહત્વપૂર્ણ ભૂમિકા માટે નયનતારા નો સંપર્ક કરવામાં આવ્યો છે. આ ફિલ્મ માં રણવીર સિંહ લીડ રોલ માં જોવા મળશે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ હજુ સુધી ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ વાતચીત ચાલી રહી છે. નિર્માતા અને અભિનેત્રી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. તમને યાદ અપાવી દઈએ કે આ વર્ષે માર્ચમાં નયનતારા અને વિગ્નેશ શિવન સંજય લીલા ભણસાલીની ઓફિસની બહાર જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : salman khan: શું સલમાન ખાન તેના જન્મદિવસ પર કરવા જઈ રહ્યો છે લગ્ન? ભાઈજાન ની એક પોસ્ટ ના કારણે લોકો ના મન માં ઉઠ્યા સવાલ
નયનતારા નું વર્ક ફ્રન્ટ
સાઉથ ની લેડી સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી નયનતારા એ શાહરુખ ખાન ની ફિલ્મ જવાન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ માં નયનતારા ને ઉગ્ર પોલીસ અધિકારી નર્મદા રાયની ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું નયનતારા સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બૈજુ બાવરા માટે હા પાડે છે કે કેમ અને જો તે હા પાડશે તો તેની ફિલ્મ માં શું ભૂમિકા હશે.