અમિતાભ બચ્ચન-જયા બચ્ચને એકસાથે પૂરા કર્યા 50 વર્ષ, પુત્રી શ્વેતાએ તેમના સુખી દાંપત્ય જીવનનું જાહેર કર્યું રહસ્ય

શ્વેતા બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના માતા-પિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. મોનોક્રોમેટિક પિક્ચરમાં અમિતાભ અને જયા એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે.

by Zalak Parikh
amitabh bachchan jaya bachchan 50th anniversary shweta shares unseen pic

News Continuous Bureau | Mumbai

સદી ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની આજે 50મી વેડિંગ એનિવર્સરી છે. બિગ બી અને અભિનેત્રીએ 3 જૂન, 1973ના રોજ લગ્ન કર્યા હતા. બોલિવૂડમાં આ કપલ ને પાવર કપલ માનવામાં આવે છે. બંનેએ પોતાના લગ્ન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે, પરંતુ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો. આજે, તેમના ખાસ દિવસે, તેમની પુત્રી શ્વેતા બચ્ચને તેમને અભિનંદન આપતા એક તસવીર શેર કરી છે.

 

શ્વેતા એ શેર કરી અમિતાભ અને જયા ની તસવીર 

શ્વેતા બચ્ચને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના માતા-પિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. મોનોક્રોમેટિક પિક્ચરમાં અમિતાભ અને જયા એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળે છે. આ પોસ્ટ સાથે શ્વેતાએ લખ્યું, હેપ્પી 50મી વેડિંગ એનિવર્સરી ~ તમે હવે “ગોલ્ડન” છો.શ્વેતા બચ્ચને પોસ્ટમાં પોતાના માતા-પિતાના સુખી દામ્પત્ય જીવન નું રહસ્ય જણાવ્યું. શ્વેતા લખે છે, એક વખત પૂછવામાં આવ્યું કે સુખી દામ્પત્ય જીવન નું રહસ્ય શું છે, મારી માતાએ જવાબ આપ્યો – પ્રેમ, અને મને લાગે છે કે મારા પિતાએ કહ્યું – પત્ની હંમેશા સાચી હોય છે. યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan)

અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ 

અમિતાભ બચ્ચન પાસે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સાથે ગણપથ પાર્ટ 1 છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત, ગણપથ 20 ઓક્ટોબરે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુમાં સિનેમાઘરોમાં આવશે. ચાહકો તેને પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે આગામી સાયન્સ-ફાઇ ફિલ્મ પ્રોજેક્ટ K માં જોશે. તેણે દીપિકા સાથે ધ ઈન્ટર્નની રિમેક પણ બનાવી છે.

આ સમાચાર પણ વાંચો: સોનાક્ષી સિન્હા ના જન્મદિવસ પર ઝહીર ઈકબાલ થયો રોમેન્ટિક, તસવીરો શેર કરી કહી દિલ ની વાત

Join Our WhatsApp Community

You may also like