Site icon

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન અભિનીત આ સુપરહિટ ફિલ્મ ની રિમેક ની થઇ ઘોષણા, સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન અને સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની (Amitabh Bachchan and Rajesh Khanna)ફિલ્મ આનંદ (Anand)ની રિમેક બનાવવાની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. હિન્દી સિનેમાના ચાહકો આ સાંભળીને ખુશ નથી. એનસી સિપ્પીના  (NC sippy)પૌત્ર સમીર રાજ સિપ્પી (Sameer raj sippy)આ ફિલ્મના નવા વર્ઝન પર કામ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટ હજુ નક્કી કરવામાં આવી નથી. મૂળ ફિલ્મનું નિર્માણ એનસી સિપ્પીએ 1971માં કર્યું હતું. નિર્માતાઓ અનુસાર, ફિલ્મ હજુ સ્ક્રિપ્ટીંગ (scripting) સ્ટેજ પર છે. તેના ડાયરેક્ટર કોણ હશે, તે પણ નક્કી કરવાનું બાકી છે. સમીર કહે છે કે આનંદ જેવી વાર્તા નવી પેઢીને જણાવવી જોઈએ. જોકે, સોશિયલ મીડિયા પર(social media) લોકો ફિલ્મની રિમેક બનાવવાના પક્ષમાં નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: 'તારક મહેતા' શોને અલવિદા કહી રહેલા શૈલેષ લોઢાની પોસ્ટ બાદ અસિત મોદીએ તોડ્યું મૌન, કહી આ વાત; જાણો વિગત

સમીર રાજ સિપ્પી કહે છે કે આનંદ જેવી વાર્તાઓ નવી પેઢીને જણાવવી જોઈએ. તેણે નિવેદનમાં કહ્યું, "મૂળ ફિલ્મની સંવેદનશીલતા અને તેની સાથે જોડાયેલી લાગણીઓને ધ્યાનમાં રાખીને, મને લાગે છે કે આવી ઘણી વાર્તાઓને ફરીથી કહેવાની જરૂર છે જે આજના સમયમાં એકદમ સુસંગત છે અને આવી માંગ છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે (Taran Adarsh tweet)ટ્વીટ કર્યું, “આનંદની સત્તાવાર રીમેકની (Anand remake)જાહેરાત કરવામાં આવી છે. તેમના ટ્વીટ પર ઘણા લોકોએ નકારાત્મક ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, શું આપણે દિવાલ પર માથું ફોડવું જોઈએ. એક શાનદાર ફિલ્મ આનંદ, શાનદાર અભિનય અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જી, ઋષિ દાનું શાનદાર નિર્દેશન, તેની રીમેક કરવી યોગ્ય નથી. બીજાએ લખ્યું, કૃપા કરીને ફિલ્મને બગાડો નહીં. ઘણા લોકો ફિલ્મની રીમેકનો વિરોધ કરી રહ્યા છે. 

વર્ષ 1971માં રિલીઝ થયેલી ફિલ્મ આનંદમાં (Anand) રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન (Rajesh Khanna and Amitabh Bachchan)મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ એક કેન્સર પેશન્ટનું (cancer patient) પાત્ર ભજવ્યું હતું, જે મુશ્કેલીઓ છતાં હસીને જીવન જીવવામાં માનતો હતો. અભિનેતા અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક એવા માણસની વાર્તા કહે છે જે મૃત્યુની સામે હોવા છતાં જીવન ખૂબ જ સુંદર રીતે જીવે છે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version