Site icon

‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સિઝન સાથે પરત ફરી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બી એ જાહેર કરી રજીસ્ટ્રેશન ની તારીખ

અમિતાભ બચ્ચન ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન સાથે પાછા ફર્યા છે. તેની માહિતી નિર્માતાઓએ એક વીડિયોમાં શેર કરી છે.

amitabh bachchan returns with KBC15 big b tells how to participate

'કૌન બનેગા કરોડપતિ'ની આગામી સિઝન સાથે પરત ફરી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બી એ જાહેર કરી રજીસ્ટ્રેશન ની તારીખ

News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો હાલમાં જ અકસ્માત થયો હતો, ત્યારબાદ તેઓ સતત આરામ કરી રહ્યા છે. પાંસળીમાં ઈજાના કારણે તેમણે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. આ પછી, તેમણે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું કે તે ટૂંક સમયમાં કમબેક કરવા જઈ રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે અમિતાભ બચ્ચન હવે ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન સાથે કમબેક કરી રહ્યા છે. તેની માહિતી નિર્માતાઓએ એક વીડિયોમાં શેર કરી છે.

Join Our WhatsApp Community

 

અમિતાભ બચ્ચને પ્રોમો માં જાહેર કરી રજીસ્ટ્રેશન ની તારીખ 

‘કૌન બનેગા કરોડપતિ સીઝન 15’ના પ્રોમો વીડિયોમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે શો માટે રજીસ્ટ્રેશન 29 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે..પ્રોમોમાં બિગ બીએ એ પણ જણાવ્યું છે કે લોકો શો માટે કેવી રીતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે? પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સુરંગમાંથી બહાર આવ્યા બાદ મહિલા બિગ બીને ગેમ રમવા માટે કહે છે, જેનો મેગાસ્ટાર જવાબ આપે છે કે હોટ સીટ પર બેસવા માટે ઉલ જલુલ યુક્તિ નો સહારો ન લો, બસ ફોન ઉપાડો., કારણ કે રાત્રે 9 વાગ્યા થી રજીસ્ટ્રેશન માટે આ એકમાત્ર રસ્તો છે: 29મી એપ્રિલે મારા પ્રશ્નોના જવાબ આપો અને તમારું રજીસ્ટ્રેશન શરૂ થશે.

અમિતાભ બચ્ચન નું સ્વાસ્થ્ય 

અમિતાભ બચ્ચનની તબિયત હવે સુધરી રહી છે, જે બાદ તેઓ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. ગયા મહિને હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન બિગ બીને ગંભીર ઈજા થઈ હતી. આ માહિતી તેમણે  પોતાના બ્લોગ દ્વારા આપી હતી અને સમયાંતરે તે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી આપતા હતા. હવે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તે ટૂંક સમયમાં ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં બિગ બી દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે જોવા મળશે. 

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version