ટ્વીટર પર બ્લુ ટીક પાછી મેળવ્યા બાદ અમિતાભ બચ્ચને ખુશ થઇ ને એલન મસ્ક માટે ગાયું ગીત, બિગ બી ના ફની ટ્વીટર થયા વાયરલ

amitabh bachchan apologized for his horrible mistake on twitter

News Continuous Bureau | Mumbai

મોટી હસ્તીઓ માટે 20 એપ્રિલ નો દિવસ કોઈ સામાન્ય દિવસ ન હતો. આ દિવસે સૌથી મોટા સેલેબ્સના ટ્વિટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવી હતી. તે જ સમયે, આ યાદીમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા ઘણા સુપરસ્ટાર્સના નામ સામેલ છે. આ યાદીમાં બિગ બી પણ છે. તાજેતરમાં જ બ્લુ ટિક પાછું મળ્યા બાદ અમિતાભ બચ્ચને એક ટ્વિટ પોસ્ટ કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

 બિગ બી એ એલન મસ્ક માટે ગાયું ગીત

બિગ બી ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સતત ટ્વીટ પર પોતાના વિચારો અને કવિતાઓ શેર કરે છે, હાલમાં જ અમિતાભ બચ્ચને કંઈક એવું ટ્વિટ કર્યું છે, જેના કારણે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને સાથે જ ટ્વિટ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને ઈલોન મસ્ક માટે એક ગીત ગાયું છે. બિગ બીએ ટ્વીટ કરીને લખ્યું છે. હે મસ્ક ભૈયા ! અમે તમારો ખૂબ ખૂબ આભાર! અમારા નામની આગળ આ, વાદળી કમલ લાગી ગયું!હવે શું કહીએ ભાઈ! ગીત ગાવા નું મન થાય છે અમારું! સાંભળશો કે? તો આ લો સાંભળો : “તુ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક … તુ ચીઝ બડી હૈ, મસ્ક “

ટ્વિટર ને કહ્યું માસી

આ પછી અમિતાભે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું, ‘હે ટ્વિટર મૌસી! અદ્ભુત થઇ ગયું!! એ, વાદળી કમળ લગાવ્યા બાદ , વાદળી કમળ એકલું પડ્યું પડ્યું, ડરી ગયું હતું! તેથી અમે વિચાર્યું, ચાલો થોડી એને કંપની આપીએ. ઠીક છે, અમે અમારો ધ્વજ તમારી બાજુમાં લગાવી દીધો! અરે, લગાવી ને સમય ન લાગ્યો, કે કમળ ભાગી ગયું! કહો! હવે? શું કરીએ?

 3 બ્લુ ટિક માટે કરવી પડશે ચુકવણી

કંપનીએ આ માટે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ ચાર્જ નક્કી કર્યા છે. ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લુ ટિક મેળવવા માટે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. ટ્વિટર બ્લુ ટિકનો વાર્ષિક પ્લાન 6800 રૂપિયા છે. ટ્વિટર બ્લુ ટિકની સેવા લીધા પછી, તમે 4 હજાર અક્ષરોમાં ટ્વિટ કરી શકશો. આ સર્વિસમાં તમને 30 મિનિટમાં 5 વખત એડિટ કરવાની સુવિધા મળે છે. બ્લુ ટિક સર્વિસ મેળવવા ઉપરાંત યુઝર્સ ટ્વિટર પર ફુલ એચડી ક્વોલિટી વીડિયો પણ શેર કરી શકશે. બ્લુ ટિક વેરિફાઈડ યુઝર્સને પ્લેટફોર્મમાં પ્રાથમિકતા પણ આપવામાં આવશે.