News Continuous Bureau | Mumbai
Amitabh bachchan: અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલિવૂડ નું પાવર કપલ છે. બચ્ચન પરિવાર ના દરેક સદસ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય છે તે પછી અમિતાભ બચ્ચન હોય અભિષેક બચ્ચન હોય કે ઐશ્વર્યા રાય બચ્ચન હોય. ઈંડસ્ટ્રી માં તેમનું મોટું નામ છે. આ સાથે જ બચ્ચન પરિવાર અંબાણી પરિવાર ની પણ ખુબ નજીક છે. બંને પરિવાર વચ્ચે એક ખાસ જોડાણ છે.
આ સમાચાર પણ વાંચો : Baatein kuch ankahee si: બાતે કુછ અનકહી સી બંધ થવાથી દુઃખી થઇ પમ્મી બુઆ,શિબા એ રાજન શાહી વિશે કહી આવી વાત, જાણો ક્યારે પ્રસારિત થશે સિરિયલ નો છેલ્લો એપિસોડ
અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવાર ના સંબંધ
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી અમિતાભ બચ્ચન ના સારા મિત્રો છે. ટીના અંબાણી લગ્ન પહેલા બોલિવૂડ માં સક્રિય હતી જેમાં તે ટીના મુનીમ ના નામ થી ઓળખાતી હતી ટીના મુનીમે ભલે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો ના કરી હોય પરંતુ તે બચ્ચન પરિવાર સાથે સંકળાયેલી છે. ટીના અંબાણી અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચનને પોતાનો ભાઈ માને છે. ઘણીવાર બચ્ચન પરિવાર અને અંબાણી પરિવાર એકબીજાના ઘરના ફંક્શનમાં જોવા મળે છે.
