KBC 13 : તમે જૂના કપડાથી પોતું લગાવ્યું છે? પ્રતીક ગાંધીનો સવાલ સાંભળીને અમિતાભ બચ્ચને આપ્યો કંઈક આવો જવાબ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

શુક્રવાર

દર્શકો અમિતાભ બચ્ચનના ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ’ (KBC) 13ને પસંદ કરે છે.  KBC 13માં દર શુક્રવારે ખાસ સેલિબ્રિટી મહેમાનો આવે છે. અભિનેતા પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી આ શુક્રવારે કૌન બનેગા કરોડપતિના મંચ પર જોવા મળશે. શોના ઘણા ફની પ્રોમો સામે આવી રહ્યા છે. હવે એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં પંકજ અને પ્રતીક અમિતાભ બચ્ચનની ફિલ્મના સંવાદો બોલતા જોવા મળે છે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટમાંથી એક પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધીને બિહાર અને ગુજરાતીમાં ફિલ્મ 'દીવાર'માંથી એક સંવાદ બોલવાનું કહેવામાં આવે છે. અમિતાભ તેમના સંવાદની પહેલી પંક્તિ બોલે છે  – 'આજ ખુશ તો બહુત હોગે તુમ.' આમાં પંકજ અને પ્રતીકે તેને ભોજપુરી અને ગુજરાતીમાં ફોલો કરવાનું શરૂ કર્યું.

પંકજ ત્રિપાઠી ભોજપુરીમાં અમિતાભનો સંવાદ બોલ્યો – 'આજ ખુશ બહુતિ હોઇબ તૂ.' તેમ જ પ્રતીક ગુજરાતીમાં આ સંવાદ બોલ્યો. પરંતુ અમિતાભ બચ્ચને તેને અધવચ્ચે જ રોકી દીધો. અમિતાભે કહ્યું : ઊભા રહો, ઊભા રહો એ હજુ પૂરું થયું નથી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઓળખો આ અભિનેતાને જે સરદાર પટેલના રૂપમાં જોવા મળી રહ્યા છે

એ પછી પંકજ ત્રિપાઠી અને પ્રતીક તેમનું હાસ્ય રોકી શક્યા નહીં. શોના અન્ય પ્રોમોમાં પ્રતીક ગાંધી અમિતાભ બચ્ચનને પૂછે છે કે શું તેમના ઘરમાં ટીવીનું રિમોટ તોડવા અને જૂના કપડામાંથી પોતું બનાવવા જેવી વસ્તુઓ થાય છે? આના પર અમિતાભ કપાળ પકડીને હસવા માંડે છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment