News Continuous Bureau | Mumbai
ભારતીય સુપરસ્ટાર પ્રભાસ (Superstar Prabhas)તેની તાજેતરની રિલીઝ રાધે શ્યામના (Radhe Shyam) ખરાબ બોક્સ ઓફિસ પ્રદર્શનના ખરાબ તબક્કામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ પ્રભાસ બ્રેક પર હતો. હવે ફરી તે ફુલ ફોર્મમાં તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત છે. સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ડિરેક્ટર નાગ અશ્વિનની (Nag Ashwin) ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) લીડ રોલમાં છે. આ સિવાય સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ સેકન્ડ લીડમાં છે. હવે બોલિવૂડ સ્ટાર દિશા પટની (Disha Patani) એ પણ ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં જબરદસ્ત એન્ટ્રી કરી છે.
દિશા પટણીએ સોશિયલ મીડિયા(Social media) દ્વારા ખુલાસો કર્યો છે કે તે ‘પ્રોજેક્ટ કે’ (Project K)માં જોવા મળશે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram) સ્ટોરી પર ગિફ્ટની તસવીર શેર કરી છે, જે ‘પ્રોજેક્ટ કે’ની ટીમ દ્વારા મોકલવામાં આવી છે. આ ગિફ્ટ દ્વારા મેકર્સે ફિલ્મમાં દિશાનું ખાસ રીતે સ્વાગત કર્યું છે. આ તસવીરમાં બુકે સાથે ગિફ્ટ રેપ જોવા મળે છે. દિશાએ ‘પ્રોજેક્ટ કે’ની ટીમનો (Project K team)પણ આભાર માન્યો છે.માહિતી અનુસાર, ‘પ્રોજેક્ટ કે’, જે અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક છે, તેનું શૂટિંગ રામોજી ફિલ્મ સિટીમાં (Ramoji film city)બનેલા વિશાળ સેટ પર થઈ રહ્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને દિશા પટની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ પાન ઈન્ડિયા(Pan India) લેવલ પર બની રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ થશે. જો કે, ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી આ કલાકારોને લગતી કોઈ માહિતી શેર કરી નથી.
આ સમાચાર પણ વાંચો: કંગના રનૌત ના શો લોક અપ માં આવ્યો મોટો ટ્વિસ્ટ, ફિનાલેના થોડા કલાકો પહેલા આ સ્પર્ધકને બતાવ્યો બહાર નો રસ્તો
સુપરસ્ટાર પ્રભાસ (superstar Prabahs) આ પ્રોજેક્ટ સિવાય ઘણા રસપ્રદ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં KGF 2 ના નિર્દેશક પ્રશાંત નીલ (Prashant neel) સાથે તેની આગામી ફિલ્મ સાલારમાં (Salar)જોવા મળશે. આ સાથે તેની પાસે તાનાજી ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ આદિ પુરુષ (Aadi purush) પણ છે. જે રામાયણની (Ramayan) વાર્તા પર આધારિત છે. સુપરસ્ટાર પ્રભાસ આદિપુરુષમાં કૃતિ સેનન અને સૈફ અલી ખાન સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. જ્યારે તે પછી તે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટ પણ શરૂ કરશે. જે આ દિવસોમાં પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે.