Site icon

અમિતાભ બચ્ચનની આ ફિલ્મ થશે હવે સિનેમાઘરોમાં રિલીઝ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર 

કોરોના વાયરસના પ્રકોપને કારણે થિયેટરો અડધી ક્ષમતાથી ચાલતા હોવાને કારણે ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખી રહ્યા છે. દરમિયાન, અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડને લઈને દિગ્દર્શકે કહ્યું છે કે યોગ્ય સમય આવવા પર આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 18 ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી.

એક મીડિયા હાઉસ ના  અહેવાલ મુજબ, નિર્દેશકે  કહ્યું કે ઝુંડ આટલા લાંબા સમયથી  બની ને તૈયાર  છે. તે પોતે ઇચ્છે છે કે તે માત્ર થિયેટરોમાં જ રિલીઝ થાય અને આ માટે તે ઘણા પ્રયત્નો અને સંઘર્ષ કરી રહ્યો છે. તે જ સમયે, ક્રૂ મેમ્બરોએ આ નિર્ણય માટે તેને સમર્થન આપ્યું છે.તેણે વધુમાં કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઝુંડ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં અમિતાભ બચ્ચન બિજય બરસેનું મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે, જે એક નિવૃત્ત રમત શિક્ષક છે જે શેરીનાં બાળકોને ફૂટબોલ રમવા અને ટીમ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તે સ્લર સોકરના સ્થાપક પણ છે.આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મનું નિર્દેશન નાગરાજ મંજુલે કરી રહ્યા છે. ઝુંડનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, સવિતા રાજ દ્વારા કરવામાં આવ્યું છે.

શું સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ શ્વેતા તિવારીની પુત્રી પલકને ડેટ કરી રહ્યો છે, જાણો શું છે સમગ્ર મામલો

બીજી તરફ અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં જોવા મળવાના છે. તે ટૂંક સમયમાં અજય દેવગનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રનવે 34માં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ અને અંગિરા ધર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ દોહાથી કોચી જતા પ્લેનમાં બનેલી સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ આ વર્ષે 29 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થશે. આ સિવાય અમિતાભ બચ્ચન રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version