News Continuous Bureau | Mumbai
Amitabh-Mamata Rakhi:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે ઈન્ડિયા એલાયન્સની ત્રીજી બેઠક માટે મુંબઈ પહોંચ્યા હતા. આ મીટિંગ પહેલા મમતા બેનર્જી અમિતાભ બચ્ચનના ઘરે ‘જલસા’ માં તેમને રાખડી બાંધવા પહોંચી હતી. પીઢ અભિનેતા અમિતાભ બચ્ચને પહેલા જ મમતા બેનર્જીને પોતાના ઘરે ચા માટે આમંત્રણ આપ્યું હતું. થોડા સમય પહેલા જ મમતા અમિતાભ બચ્ચનના ઘરે પહોંચી હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મમતા બેનર્જી એ અમિતાભ બચ્ચન ને રાખડી બાંધી
દોઢ કલાકની આ બેઠકમાં મમતા બેનર્જીએ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઘણા જૂના દિવસો પણ યાદ આવ્યા. અમિતાભ બચ્ચન વિશે મમતા બેનર્જીએ કહ્યું, ‘અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ. જો તે મારા હાથમાં હોત તો હું ભારત રત્ન આપત. આજે રક્ષાબંધનનો તહેવાર છે, મેં અમિતાભ બચ્ચનને રાખડી બાંધી છે. મેં બચ્ચન પરિવારને દુર્ગા પૂજા માટે આમંત્રણ આપ્યું છે. મેં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને અનિલ કપૂરને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે આમંત્રણ આપ્યું છે.તમને જણાવી દઈએ કે,ગયા વર્ષે અમિતાભ બચ્ચને કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે મમતા બેનર્જીએ ભારત રત્ન માટે તેમના નામની પણ વકીલાત કરી હતી.
#WATCH | Mumbai: West Bengal CM Mamata Banerjee speaks on her meeting with Bollywood actor Amitabh Bachchan at his residence.
“I am happy today. I met ‘Bharat Ratan’ of India Amitabh Bachchan (Mamata Banerjee called Bollywood actor Amitabh Bachchan Bharat Ratan) and also tied… pic.twitter.com/qoTsYbJVFH
— ANI (@ANI) August 30, 2023
અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ
બિગ બી આ દિવસોમાં કૌન બનેગા કરોડપતિ 15 કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને અને શોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મોની વાત કરીએ તો હવે તે કલ્કિ 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે. પ્રભાસ સાથે બિગ બીની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2024માં રિલીઝ થશે. આ સિવાય બિગ બી ફિલ્મ સેક્શન 84માં જોવા મળશે જેનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Gadar 2: ‘ગદર 2’ ના નિર્માતાઓએ રક્ષાબંધન પર ચાહકોને આપી બે ટિકિટ પર બે ટિકિટ ફ્રી ની બમ્પર ઓફર, જાણો કેટલા દિવસ સુધી ચાલશે ઓફર