News Continuous Bureau | Mumbai
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના (Ranbir-Alia wedding)બંધનમાં બંધાઈ ગયા છે. હવે આ કપલ સત્તાવાર રીતે પતિ-પત્ની(husband-wife) બની ગયું છે. વાસ્તુ (Vastu)એપાર્ટમેન્ટમાં બંનેએ કેટલાક મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા. આલિયા-રણબીરના લગ્નને (Ranbir-Alia wedding)લઈને સોશિયલ મીડિયા(Social media) પર ઘણી ચર્ચા ચાલી રહી છે. દરેક જણ અલગ અલગ રીતે કપલને તેમના લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. આ દરમિયાન અમૂલ ઈન્ડિયાની(Amul India) પોસ્ટ વાયરલ (Viral)થઈ રહી છે. અમૂલ ઈન્ડિયાએ (Amul India)વર-કન્યાને ખાસ રીતે લગ્નની શુભેચ્છા પાઠવી છે. આ પોસ્ટમાં (post)તેણે એક લાઈન લખી છે સાથે જ અમૂલ બટર(Amul butter) ખાતા વર-કન્યાનો કાલ્પનિક ફોટો પણ બનાવ્યો છે.
અમૂલ ઈન્ડિયાએ(Amul India) ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ(Instagram) હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓએ લગ્નનું કાર્ટૂન(Cartoon) બનાવ્યું છે. આમાં, વર કન્યાને અમુલ બટર(Amul butter) ખવડાવી રહ્યો છે. આ ફોટા સાથે સ્લોગન લખવામાં આવ્યું છે – 'પટ મંગની ભટ્ટ લગ્ન'. આ સિવાય કેપ્શનમાં(keption) લખ્યું છે, 'અમૂલ ટોપિકલઃ ધ આલિયા-રણબીર વેડિંગ!'
આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન અને અજય દેવગન પછી વિમલની જાહેરાતમાં થઇ બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની એન્ટ્રી, જાણો વિગત, જુઓ વિડિયો
રણબીર-આલિયા(Ranbir-Alia wedding) 14મી એપ્રિલે ‘વાસ્તુ’ (Vastu)એપાર્ટમેન્ટમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલના લગ્નમાં લગભગ 30-35 લોકોએ હાજરી આપી હતી. આ લગ્નમાં બોલિવૂડની(Bollywood celebs) કેટલીક હસ્તીઓ અને નજીકના મિત્રો તથા કપલના પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. આ સિવાય આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા અંબાણી સાથે લગ્નમાં પહોંચ્યા હતા.