Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન બનશે ખાસ, બોલિવૂડ ની આ પ્રખ્યાત કોરિયોગ્રાફર ન નેતૃત્વ હેઠળ આટલા ડાન્સર કરશે ફ્લેશ મોબ પર પરફોર્મ

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. હવે આ લગ્ન ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એક અનોખો ફ્લેશ મોબ થવાનો છે.

by Zalak Parikh
Anant and Radhika wedding ambani family planning flash mob in this big fat wedding

News Continuous Bureau | Mumbai

Anant and Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન 12 થી 14 જુલાઈ સુધી ચાલવાના છે. આ લગ્ન ની શરૂઆત અનંત અને રાધિકા ના મામેરૂ સેરેમની થી થઇ હતી. હવે 5 જુલાઈ એટલે કે આજે અનંત અને રાધિકા ની સંગીત સેરેમની નું આયોજન કરવામાં આવ્યું છે આ સેરેમની માં ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. હવે આ લગ્ન ને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં એક અનોખો ફ્લેશ મોબ થવાનો છે.

આ સમાચાર પણ વાંચો: Nita ambani: નીતા અંબાણી એ સામુહિક લગ્ન માં પહેરેલી લાલ સાડી ના પાલવ ની ખાસિયત જાણી તમે પણ કરશો બિઝનેસ વુમન ના વખાણ

અનંત અને રાધિકા ના લગ્ન માં થશે ફ્લેશ મોબ 

અંબાણી પરિવાર ના એક નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘અંબાણીના આ લગ્નમાં ફ્લેશ મોબ ઉમેરવાના નિર્ણયથી આ પરંપરાગત ઉજવણીને આધુનિક વળાંક મળે છે. આ ફ્લેશ મોબ એક શ્લોક પર પ્રદર્શન કરશે. પ્રખ્યાત કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટને કોરિયોગ્રાફ કરવા માટે રાખવામાં આવી છે. આ ફ્લેશ મોબ કન્યા રાધિકા મર્ચન્ટ અને વર અનંત અંબાણી સાથે પ્રવેશ કરશે.’ આ ફ્લેશ મોબ 13 જુલાઈ ના રોજ થશે.સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, ‘તેના 60 ડાન્સર્સને તેમની ડાન્સ ટેલેન્ટ અને કેમેસ્ટ્રી માટે રાખવામાં આવ્યા છે. આ તમામ પોતાના પરફોર્મન્સને પરફેક્ટ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. લગ્નની ઉજવણી દરમિયાન, ફ્લેશ મોબ નિર્ધારિત ક્ષણે શરૂ થશે જેથી મહેમાનો પર તેની મજબૂત અસર પડે.’

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


તમને જણાવી દઈએ કે, ફ્લેશ મોબ એક મોટું નૃત્ય જૂથ છે, જે એક નિશ્ચિત જગ્યાએ આવે છે અને પ્રદર્શન કરે છે અને પછી ગાયબ થઈ જાય છે. આ પ્રદર્શન માટે અમેઝિંગ ટ્યુનિંગ જરૂરી છે.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More