News Continuous Bureau | Mumbai
Anant – Radhika Pre wedding: તાજેતરમાં ગુજરાતમાં અનંત અંબાણી ( Anant Ambani )  અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાયું હતું. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં બોલીવુડના તમામ મોટી હસ્તીએ હાજરી આપી હતી. હવે આ પ્રી વેડિંગ ફંક્શનના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે.
આમાં રસપ્રદ વાત એ છે કે બોલિવૂડ કલાકારોએ ( Bollywood Celebrity ) રાધિકા ( Radhika Merchant ) અને અનંતને ખૂબ જ ખાસ અને મોંઘી ભેટો ( Expensive gifts ) પણ આપી હતી. જેમાં કેટરિના કૈફ અને વિકી કૈશલે લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ અને ડાયમંડ નેકલેસ ભેટમાં આપ્યા હતા.
શાહરૂખ ખાન અને ગૌરી ખાને લક્ઝરી સ્પોર્ટ્સ કાર ગિફ્ટ કરી હતી…
તો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ અનંત અને રાધિકાને હીરાજડિત ગણેશ લક્ષ્મીની મૂર્તિ ભેટમાં આપી. જેની કિંમત ઘણી વધારે છે તથા શાહિદ કપૂર અને મીરા કપૂરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને ખૂબ જ મોંઘો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Anant- Radhika Pre wedding: અનંત અને રાધિકાની પ્રિ વેડીંગ પાર્ટીમાં આવેલ ભરત જે મહેરા કોણ છે… હવે થયો મોટો ખુલાસો..
બીજી તરફ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને Gucci બ્રાન્ડનું મોંઘું ડાયમંડ પર્સ અને જોર્ડનના સૌથી મોંઘા બુટ સેટ ભેટમાં આપ્યા હતા.
દરમિયાન, શાહરૂખ ખાન અને ગૌરી ખાને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને લક્ઝરી સ્પોર્ટ્સ કાર ગિફ્ટ કરી હતી.

