Site icon

Animal advance booking: એનિમલ ના એડવાન્સ બુકિંગે મચાવી ધૂમ, રિલીઝ પહેલા જ વેચાઈ અધધ આટલી ટિકિટ, જાણો મુંબઈ અને દિલ્હી ના ટિકિટ ના ભાવ

animal advance booking more then one lakh tickets booked know abhor delhi and mumbai ticket rates

animal advance booking more then one lakh tickets booked know abhor delhi and mumbai ticket rates

News Continuous Bureau | Mumbai 

Animal advance booking: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મ નું ટ્રેલર દર્શકો ને ખુબ પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મ ને લઈને લોકો માં ઉત્સાહ પ[ન જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ફિલ્મ ના નિર્માતા એ 25 નવેમ્બર થી ફીલ્મ એનિમલ નું એડવાન્સ બુકીંગ શરૂ કરી દીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો

એનિમલ નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ની અત્યાર સુધી માં એક લાખ થી ઉપર ની ટિકિટો વેચાઈ ચુકી છે. આ સાથે ફિલ્મે 4 કરોડ 24 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. છે. આ આંકડાઓને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનિમલ રણબીર કપૂરના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે.દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ‘એનિમલ’ માટેની ટિકિટની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે.મલ્ટિપ્લેક્સ ચેઈન્સમાં જનરલ સીટની ટિકિટ 600 રૂપિયા સુધી વેચાઈ રહી છે. મુંબઈમાં પણ કેટલીક જગ્યા એ ટિકિટ ના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

Exit mobile version