News Continuous Bureau | Mumbai
Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ દર્શકો ને ઘણી પસંદ આવી હતી. આમછતાં એનિમલ ફિલ્મ ને ઘણી ટીકા નો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટીકા કરવામાં જાવેદ અખ્તર નું પણ નામ સામેલ છે. સંદીપ રેડ્ડી વાંગા ને જાવેદ અખ્તર નું ટીકા કરવું પસંદ આવ્યું નહોતું હવે એનિમલ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જાવેદ અખ્તરની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે.
સંદીપ રેડ્ડી વાંગા એ જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન
સંદીપ રેડ્ડી વાંગાએ મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર નિશાન સાધતા કહ્યું,“જ્યારે તેનો પુત્ર ફરહાન અખ્તર ‘મિર્ઝાપુર’ બનાવી રહ્યો હતો ત્યારે તેણે ફરહાનને આ જ વાત કેમ ન કહી. દુનિયાભરની ગાળો મિર્ઝાપુરમાં છે. મેં આખો શો જોયો નથી. જ્યારે આ શો તેલુગુમાં ડબ કરવામાં આવ્યો હતો, જો તમે તેને જોશો તો તમને ઉલટી થશે. શા માટે તે તેના પુત્રના કામ પર નજર નથી રાખતા?”
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: અરે બાપ રે ! મહિનાઓથી ચાલી રહી હતી પૂનમ ના નકલી નિધન ની યોજના! જાણો કેવી રીતે થયો આ વાતનો ખુલાસો
તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જાવેદ અખ્તરે ‘એનિમલ’ની સફળતાને ખતરનાક ગણાવી હતી. જાવેદ અખ્તરે કહ્યું હતું કે, ‘જો કોઈ ફિલ્મમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેના જૂતા ચાટવાનું કહે અથવા કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવી ઠીક છે… અને તે ફિલ્મ સુપરહિટ સાબિત થાય તો તે ખૂબ જ ખતરનાક છે.’ જાવેદ અખ્તર ની ફિલ્મ એનિમલ પર કરેલી આ ટિપ્પણી ખુબ વાયરલ થઇ હતી.