News Continuous Bureau | Mumbai
Animal song out:જ્યારે થી રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ નું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી લોકો ફિલ્મ ની રિલીઝ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ નું રોમેન્ટિક સોન્ગ ‘હુઆ મેં’રિલીઝ કરવામાં આવ્યું છે.આ ગીત ની શરૂઆત રણબીર અને રશ્મિકા ના લિપ લોક થી થાય છે. આ ગીતના બોલ મનોજ મુન્તાશીર શુક્લાએ લખ્યા છે અને તેને રાઘવ ચૈતન્ય અને પ્રિતમે ગાયું છે. આ ગીત ને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
એનિમલ ફિલ્મ નું પહેલું ગીત
આ રોમેન્ટિક ગીતમાં માત્ર સૂર જ સુંદર નથી, પરંતુ રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી પણ છે. આ મ્યુઝિક વીડિયોમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના આખા પરિવારની સામે લિપ-લૉક કરતા જોવા મળે છે. જે પછી રણબીર કપૂર તેને ખૂબ જ અનોખી અને સુંદર ડેટ પર લઈ જાય છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના પ્લેનમાં એકલા રોમાન્સ કરતા જોવા મળે છે.અને ગીત ના અંત માં રણબીર અને રશ્મિકા પણ લગ્ન કરતા જોવા મળી રહ્યા છે.આ ગીત રિલીઝ થતાની સાથે જ તેને થોડા જ કલાકોમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
એનિમલ ની સ્ટારકાસ્ટ
આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. ‘એનિમલ’ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પોસ્ટ-પ્રોડક્શનના કામને કારણે તેને 1 ડિસેમ્બર 2023 સુધી ધકેલી દેવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત