News Continuous Bureau | Mumbai
Animal park: એનિમલ એ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં બોબી દેઓલ ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. આ ફિલ્મ માં બોબી દેઓલ વિલન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેને અબરાર નું પાત્ર ભજવ્યું હતું. જો કે એનિમલના અંતમાં બોબી નું પાત્ર મૃત્યુ પામે છે, ફિલ્મના આગામી ભાગમાં, એનિમલ પાર્કમાં તેના પરત આવવાની આશા રાખતા ચાહકો માટે એક અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં બોલિવૂડ સ્ટાર્સ એ લગાવ્યા ચાર ચાંદ,વરુણ, કાર્તિક, ટાઇગર, સિદ્ધાર્થ ના પરફોર્મન્સથી ઝૂમી ઉઠ્યું સ્ટેડિયમ,જુઓ વિડિયો
એનિમલ પાર્ક માટે વિકી કૌશલ નો કરવામાં આવ્યો સંપર્ક
એનિમલ ના અંત માં એનિમલ પાર્ક ની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર પાછો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તો બીજી તરફ આ ફિલ્મ માટે બોબી દેઓલની જગ્યાએ લોકપ્રિય અભિનેતાનો સંપર્ક કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એનિમલ પાર્કમાં રણબીર કપૂર ડબલ રોલ માં જોવા મળશે. આ ફિલ્મ માં તે રણવિજય અને અઝીઝ હક ની ભૂમિકા માં જોવા મળશે. આ ફિલ્મ માં અઝીઝ હક નો ક્લોન બનાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં અઝીઝ હક ની ભૂમિકા માટે વિકી કૌશલ નો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે આ સમાચારની હજુ પુષ્ટિ થઈ શકી નથી. આ રોલ માટે શાહિદ કપૂરના નામની પણ ચર્ચા થઈ રહી છે.આવી સ્થિતિમાં શાહિદ અને વિકી વચ્ચે કોનું નામ મંજૂર થશે કે પછી આ ફિલ્મ સાથે અન્ય કોઈ નામ જોડાશે તે તો સમય જ કહેશે.
