Site icon

Animal success party: રણવિજય ના રૂપ માં જોવા મળ્યો રણબીર કપૂર,એનિમલ ની સક્સેસ પાર્ટી માં અભિનેતા એ કર્યું રશ્મિકા સાથે આવું વર્તન, વિડીયો થયો વાયરલ

Animal success party: તાજેતરમાં એનિમલ ની સક્સેસ પાર્ટી યોજાઈ હતી જેમાં અનિંમલ ના સ્ટાર્સ, ક્રૂ અને બીજું ઘણી હસ્તીઓ હાજર રહી હતી.આ ઇવેન્ટ ના ઘણા ફોટા અને વિડીયો સામે આવ્યા હતા જેમાં એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

animal success bash ranbir kapoor kiss rashmika mandanna

animal success bash ranbir kapoor kiss rashmika mandanna

News Continuous Bureau | Mumbai

Animal success party: સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ 2024 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મ ને દર્શકો ને ઘણો પ્રેમ મળ્યો હતો. હાલ ફિલ્મ ની સ્ટારકાસ્ટ અને નિર્દેશક એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આવી સ્થિતિ માં એનિમલ ની આખી ટીમે આ સફળતા નો આનંદ સાથે માણવા ફિલ્મ ની સક્સેસ પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં એનિમલ ની આખી સ્ટારકાસ્ટ, ક્રૂ મેમ્બર અને બીજા ઘણા લોકો એ હાજરી આપી હતી. આ ઇવેન્ટ ના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા પરંતુ એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં રણબીર કપૂર રશ્મિકા  ને કિસ કરતો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

એનિમલ ની સક્સેસ પાર્ટી માં રણબીર કરી રશ્મિકા ને કિસ 

એનિમલ ની સક્સેસ પાર્ટીમા ફિલ્મ ની સરકાસ્ટ પહોંચી હતી. આ પાર્ટી માં રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ, માતા નીતુ સિંહ અને સસરા મહેશ ભટ્ટ સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન તેને મીડિયા સામે ઘણા પોઝ આપ્યા હતા. તેમજ ચિલમ ની સ્ટારકાસ્ટે પણ મીડિયા સામે પોઝ આપ્યા હતા. આ પાર્ટી માં એનિમલ ફિલ્મ ની લીડ એક્ટ્રેસ રશ્મિકા ના આવતાની સાથે જ રણબીર કપૂરે આગળ આવીને તેને ગળે લગાવી ને પ્રેમ થી ગાલ પર કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે રશ્મિકા હાલ હૈદરાબાદ માં પુષ્પા 2 નું શૂટિંગ કરી રહી છે. તે એક ગીત નું શૂટિંગ કરી રહી હતી. એનિમલ ની આ ખાસ પાર્ટી માટે રશ્મિકા પોતાના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢી ને પહોંચી હતી.

આ સમાચાર પણ વાંચો : Shweta tiwari: શ્વેતા તિવારી ની થઇ સિંઘમ અગેઇન માં એન્ટ્રી, રોહિત શેટ્ટી ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version