ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 જૂન 2021
શનિવાર
બી. આર. ચોપરાના મહાભારતે 1988-90માં જે જાદુ પ્રેક્ષકો પર કર્યો હતો એ આજે પણ કાયમ છે. આ સિરિયલના દરેક પાત્રને દર્શકોનો જબરદસ્ત પ્રેમ મળ્યો હતો. ગત વર્ષે પ્રથમ વાર દેશવ્યાપી લૉકડાઉન થયું ત્યારે મહાભારતનું ફરીથી પ્રસારણ થયું અને પ્રેક્ષકોએ એને ફરી એક વાર જોયું. આજે આ સિરિયલના ઘણા એવા કલાકારો છે જે હજી પણ ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે હવે ગુમનામ જીવન જીવી રહ્યા છે. એમાંની જ એક સિરિયલમાં કુંતીની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી નાઝનીન છે.
મહાભારત સિરિયલમાં પાંડવોની માતા કુંતીનું પાત્ર ભજવીને નાઝનીન લોકોની પ્રિય અભિનેત્રી બની હતી. 23 ફેબ્રુઆરી, 1958માં કોલકાતામાં જન્મેલી, નાઝનીન બાળપણથી ખૂબ જ સુંદર હતી. તેના પિતા એક પ્રિન્ટિંગ પ્રેસના માલિક હતા. તેને નાનપણથી જ સિનેમામાં રસ હતો. જોકે નાઝનીન ઍર હોસ્ટેસ બનવા માગતી હતી, પણ તેની માતાને લાગ્યું કે ફ્લાઇટમાં કામ કરવું તેની પુત્રી માટે સલામત નથી, તેથી જ્યારે નાઝનીનને ફિલ્મોની ઑફર મળી ત્યારે તેણે તેની કારકિર્દી બનાવી. જોકે આજે તે લાઇમલાઇટથી દૂર છે.
બૉલિવુડ અભિનેત્રી નિતુ સિંહને નાઝનીનની ખૂબ જ સારી મિત્ર માનવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે નાઝનીને નિતુ સિંહના ઘરે ઘણી વાર મુલાકાત માટે આવતી રહેતી હતી. દિગ્દર્શક સત્યેન બૉસ દ્વારા નાઝનીનને એક પાર્ટીમાં મળી હતી અને તેમણે તેને સારેગામાપામાં કાસ્ટ કરી હતી. આ ફિલ્મ 1972માં રિલીઝ થઈ હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે તેમણે ખૂબ ઓછી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. મોટા ભાગે તેને અભિનેતા-અભિનેત્રીની બહેનની ભૂમિકાની ઑફર કરવામાં આવતી હતી.
નાઝનીન અભિનય ઉપરાંત તેના ગ્લૅમરસ લુક માટે પણ પ્રખ્યાત હતી. તે દિવસોમાં તે ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ થઈ હતી. 70-80ના દાયકામાં, તેણે સ્ક્રીન પર બિકિની પહેરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.ફિલ્મ ‘ચલતે ચલતે’ માં તેણે બિકિની પહેરીને ખલબલી મચાવી હતી. જોકે હીરો વિશાલ આનંદને કારણે આ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ હતી, પણ ગ્લૅમરસ પાત્રને કારણે નાઝનીનની છબી ખૂબ પ્રભાવિત થઈ હતી. હકીકતમાં તે ટાઇપકાસ્ટના રોલથી બચવા માગતી હતી, તેથી તેણે ફિલ્મમાં બિકિની પહેરવાનું નક્કી કર્યું.
તો આ રીતે બોગસ પછી નકલી સર્ટિફિકેટ બનતું હતું; જાણો કૌભાંડ
અભિનેત્રી નાઝનીને આ ઉપંરાત કેટલીક ‘બી’ ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેને કારણે તેની છબીને સહેજ નુકસાન થયું હતું. તેની કારકિર્દી ખૂબ જ ટૂંકી હતી. તેણે માત્ર 22 ફિલ્મો કરી હતી, પરંતુ તે ક્યારેય હિટ અભિનેત્રી બની શકી નહીં. આ સિરિયલ બાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. તેના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે અને તે ક્યાં છે એની જાણ પણ કોઈને નથી.