Site icon

મુશ્કેલ દિવસોને યાદ કરીને અનુ મલિક નું છલકાયુ દર્દ, કહ્યું- આજે જીવંત છું તો …

અનુ મલિકે કહ્યું કે પરિવાર મારો આધાર સ્તંભ છે, જેણે મને મુશ્કેલ સમયમાં ઉભા રહેતા શીખવ્યું છે.

anu malik got emotional on saregamapa reality show set

મુશ્કેલ દિવસોને યાદ કરીને અનુ મલિક નું છલકાયુ દર્દ, કહ્યું- આજે જીવંત છું તો ...

News Continuous Bureau | Mumbai

અનુ મલિક ( anu malik ) શ્રેષ્ઠ ગાયક અને મ્યુઝિક કમ્પોઝર માંથી એક છે. આજે તે પોતાની આ કળા ના દમ પર આ તબક્કે પહોચ્યો છે, પરંતુ અહીં સુધી પહોંચવું એટલું સરળ નહોતું. તેણે પોતાના જીવનમાં ઘણી પીડાઓનો સામનો કર્યો છે, જેનો ખુલાસો અનુ મલિકે રિયાલિટી શો ‘સા રે ગા મા પા’ ના મંચ ( saregamapa reality show ) પર કર્યો હતો. રિયાલિટી શોમાં ફેમિલી વીક ચાલી રહ્યું છે. આ દરમિયાન અનુ મલિકે તેના મુશ્કેલ દિવસોને યાદ કરીને પોતાનું દુઃખ શેર કર્યું અને જણાવ્યું કે કેવી રીતે તેના ખરાબ દિવસોમાં તેના પરિવારે તેને હિંમત આપી.

Join Our WhatsApp Community

ફેમિલી નો સંદેશ સાંભળી ભાવુક થયો અનુ મલિક

ફેમિલી વીક દરમિયાન તેમના પરિવારે અનુ મલિક માટે એક સંદેશ આપ્યો હતો. સંદેશમાં તેના પરિવારે કહ્યું કે અનુ મલિક એક હિંમતવાન માણસ છે, જેણે મુશ્કેલ સમય જોયો છે પરંતુ ક્યારેય હાર માની નથી. આ મેસેજ સાંભળીને અનુ મલિક ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેને તેના વીતેલા દિવસો પણ યાદ આવ્યા. અનુ મલિકે કહ્યું કે પરિવાર મારો આધારસ્તંભ છે, જેણે મને મુશ્કેલ સમયમાં ઉભા રહેતા શીખવ્યું છે. હું આ VT માટે ટીમનો આભાર કહેવા માંગુ છું. તે મારા માટે આશ્ચર્યજનક હતું. મેં મારા જીવનમાં મુશ્કેલ સમય જોયો છે. મારે કહેવું જ જોઇએ કે હું આજે જે છું તે મારી પત્ની અને બાળકોના કારણે છું.અનુ મલિકે કહ્યું કે અમે હંમેશા કહીએ છીએ કે પરિવારનો મોટો સભ્ય તેનો આધાર છે, પરંતુ મારા માટે મારા પરિવારનો આધાર, મારી તાકાતનો આધાર મારી પત્ની અને મારી પુત્રીઓ છે. હકીકતમાં, મારા જીવનમાં આ ત્રણ મહિલાઓના કારણે જ હું આજે જીવિત છું. હું માનું છું કે જો તમારો પરિવાર તમારી સાથે હોય તો તમે જીવનમાં કંઈપણ મેળવી શકો છો.

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૧૭:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

 અનુ મલિક પર લાગ્યો હતો MeToo નો આરોપ

2018માં MeToo ચળવળ દરમિયાન અનેક મહિલાઓ એ અનુ મલિક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.સિંગર શ્વેતા પંડિત, નેહા ભસીન અને સોના મહાપાત્રા જેવા અનેક સિંગરોએ અનુ મલિક પર ગંભીર આરોપો લગાવ્યા હતા.બીજી તરફ, અલીશા ચિનોયે અનુ મલિક પર લાગેલા તમામ આરોપોને સાચા ગણાવીને મહિલા ગાયકોનું સમર્થન કર્યું હતું. જો કે, 17 જાન્યુઆરી 2020 ના રોજ, રાષ્ટ્રીય મહિલા આયોગે પુરાવાના અભાવે અનુ મલિક વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ બંધ કરી દીધો.આ પછી હવે અનુ મલિક ફરી એકવાર નવી શરૂઆત માટે તૈયાર છે.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version