Site icon

શું અનુપમા થી દૂર થઈ જશે અનુજ-થશે મોટો અકસ્માત-શો માં આવશે આ જબરદસ્ત ટ્વીસ્ટ

News Continuous Bureau | Mumbai

શો 'અનુપમા' માં, (Anupama)પાખી અને અધિક એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંનેનો આ પ્રેમ અનુપમા અને વનરાજ માટે નવી મુસીબતો(problems) લાવી રહ્યો છે. પાખીને ખબર નથી કે અધિક તેની સાથે પ્રેમ કરવાનો ડોળ કરી રહ્યો છે. તેની બહેન બરખા પણ અધિક ની યોજનામાં જોડાઈ છે. શોનો આગામી એપિસોડ જબરદસ્ત બનવાનો છે.'અનુપમા'ના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે અનુજને તેના ભાઈ ભાભી ની ખતરનાક યોજના (plan)વિશે ખબર પડશે. તેને ખબર પડશે કે તે બંને તેની મિલકત(property) પાછળ જ છે. અધિક નું રહસ્ય પણ અનુજની સામે ખુલી જાય છે. તેને ખબર પડી જાય છે કે તે પાખી ને તેના પ્રેમમાં પાગલ બનાવી રહ્યો છે અને તેનો ઉપયોગ અનુપમા સામે કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

અનુજને સત્યની જાણ થતાં જ તેના પગ નીચેથી જમીન સરકી જશે. પ્રોમોમાં, અનુજ અનુપમાને કહેતો જોવા મળે છે કે તે  બિઝનેસ, ઘરની સાઈનિંગ ઓથોરિટી(signing authority) છે. આ જીવન છે, આવતીકાલે કંઈપણ થઈ શકે છે. જો ભગવાન પણ ઉપરથી નીચે આવે છે, તો પણ તે કોઈને આ અધિકાર નહીં આપે . વાસ્તવમાં, અનુજ તેની મિલકત કોઈના નામે નહીં કરવા માટે અનુપમા ને કહે છે.પ્રોમોના (Anupama promo)અંતમાં અનુજ પર એક કાચ પડતો જોવા મળે છે. હવે આ અકસ્માતમાં (accident)અનુજ પોતાનો જીવ ગુમાવશે કે પછી તે ખરાબ રીતે ઘાયલ થશે તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે. શું તે અનુપમાથી દૂર થઈ જશે? પ્રોમો જોયા પછી ચાહકોના મનમાં આવા અનેક સવાલો આવી રહ્યા છે. આ ઘટનામાં આગળ શું થશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ સુપરસ્ટાર્સે નકલી નામથી જીત્યા ચાહકોના દિલ-જાણો શું છે તેમના અસલી નામ

'અનુપમા'માં તમે જોયું કે અધિક બરખાને પાખી સાથેના પ્રેમના નાટક (love drama)વિશે કહે છે. તેનું કહેવું છે કે તે અનુપમા સામે પાખીનો ઉપયોગ કરશે. અહીં સારા બરખાને કહે છે કે તેને શંકા છે કે અધિક પાખીને પ્રેમ નથી કરતો. બરખા તેની વાત સ્વીકારતી નથી.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version