News Continuous Bureau | Mumbai
પીઢ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા(social media) દ્વારા સતત ચાહકો સાથે જોડાયેલા રહે છે અને ઘણીવાર તેમની માતા દુલારી સાથે પણ સુંદર બોન્ડ શેર કરતા જોવા મળે છે. તાજેતર માં જ અભિનેતાએ તેના ટોક શો 'મંજિલે ઔર ભી હૈં'નો વીડિયો શેર(video share) કર્યો હતો. જેમાં તે તેની માતાને તેને કાશ્મીરમાં ઘર (Kashmir home)લઇ આપવાનું વચન આપે છે અને આ સાંભળીને તેની માતા દુલારી ભાવુક(emotional) થઈ જાય છે.
અનુપમ ખેરે તેમના ટોક શો 'મંજિલે ઔર ભી હૈં'માં (Manzilein aur bhi hai)આ વખતે મા દુલારીને સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આમંત્રિત(invite) કરી હતી જ્યાં બંનેએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આ દરમિયાન અનુપમ ખેરે તેની માતા સાથે વાત કરતાં બાળપણની યાદોને પણ તાજી કરી હતી. આ વાતચીત દરમિયાન દુલારીએ શિમલા(Shimla) સાથે જોડાયેલી યાદો શેર કરી અને કહ્યું કે જો શિમલા કાશ્મીરનો ભાગ હોત તો તે ક્યારેય ત્યાં ઘર ન લેત. તેના પર અનુપમ ખેર તેમને કહે છે કે હવે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી(section 370) દેવામાં આવી છે અને અમને ત્યાં ઘર ખરીદવાનો અધિકાર(right) મળી ગયો છે.અનુપમ ખેર કહે છે કે તો કાશ્મીરમાં ઘર લઇ લઈએ. આ સાંભળીને દુલારી ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે હા, શિમલાના ઘર નું કંઈક કરો અને કાશ્મીરમાં ઘર(Kashmir) લઇ લો. પછી અનુપમ ખેર તેની માતાને કહે છે કે શિમલાના ઘર ને રહેવા દઈએ અને કાશ્મીરમાં પણ ઘર લઈ લઈએ. આના પર માતા દુલારી માત્ર 2 BHK ઘર લેવાનું કહે છે. અનુપમ ખેર કહે કે તરત જ હું ઘર ખરીદવા માટે ત્યાં ફોન કરું છું. તો આ સાંભળીને તેની માતા માની નથી શકતી અને ખુશીથી કહે છે, શું તું સાચું કહે છે? આ દરમિયાન તે પોતાની ખુરશી પરથી ઊઠીને અનુપમ ખેર પાસે જાય છે અને ખૂબ જ ભાવુક(emotional) થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષની વધી શકે છે મુશ્કેલી- NCB એ કરી આ કાર્યવાહી
'ધ કાશ્મીર ફાઇલ્સ'ની શાનદાર સફળતા બાદ અનુપમ ખેરની લોકપ્રિયતા વધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પીઢ અભિનેતા ટૂંક સમયમાં જ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'ઊંચાઈ'(Unchai)માં જોવા મળવાનો છે. આ ફિલ્મ 11 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.