News Continuous Bureau | Mumbai
Ayodhya Ram mandir: અત્યારે દેશના ખૂણે-ખૂણે રામ નામ ની ગુંજ સંભળાઈ રહી છે, વર્ષોની લાંબી રાહ બાદ હવે શ્રી રામ લલ્લા મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે, આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ અયોધ્યા પહોંચ્યા છે. આ દરમિયાન બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર એ ટ્વીટર પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ તેમની અયોધ્યા ની સફર વિમાન માંથી બતાવી રહ્યા છે.
અનુપમ ખેર એ શેર કર્યો વિડીયો
અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, ‘હું તમામ રામ ભક્તો સાથે અયોધ્યા પહોંચ્યો છું. વિમાનમાં અદ્ભુત ભક્તિનું વાતાવરણ હતું.આપણે ધન્ય છીએ, આપણો દેશ ધન્ય છે, જય શ્રી રામ.’
सब राम भक्तों के साथ मैं अयोध्या में पहुँच गया हूँ।हवाई जहाज़ में कमाल की भक्ति का वातावरण था।कीर्तन, राम जी की जय जय की गूंज।वाह! हम धन्य है। हमारा देश धन्य है! जय श्री राम! 🕉🙏🕉🕉🕉🙏 pic.twitter.com/kMYLUJMrKf
— Anupam Kher (@AnupamPKher) January 21, 2024
આજે રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માં હાજરી આપવા ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચ્યા છે તો ઘણા સ્ટાર્સ અયોધ્યા પહોંચી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો