News Continuous Bureau | Mumbai
Anupam kher : શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ને લઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના છે. ફેન્સ અને સેલેબ્સ પણ આ ફિલ્મના ખૂબ વખાણ કરતા જોવા મળે છે. અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર જેવા ઘણા સેલેબ્સ કિંગ ખાનની ફિલ્મ પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. હાલમાં જ અનુપમ ખેર પણ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના વખાણ કરતા જોવા મળ્યા છે.
અનુપમ ખેરે શાહરુખ ખાન ને DDLJ સ્ટાઈલમાં પાઠવ્યા અભિનંદન
શાહરૂખ ખાનની ‘જવાન’ જોયા પછી અનુપમ ખેર જેવા આવ્યા કે તરત જ તે ફિલ્મના વખાણ કરવાથી પોતાને રોકી શક્યા નહીં. ફિલ્મના વખાણ કરતા અનુપમે પોતાના ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું- ‘શાહરુખ માય ડિયર શાહરુખ! હમણાં જ અમૃતસર માં દર્શકો સાથે તમારી ફિલ્મ “જવાન” જોઈને બહાર નીકળ્યો છું. આનંદ થયો. એક્શન, પિક્ચરનો સ્કેલ, તમારી સ્ટાઈલ અને પરફોર્મન્સ ખૂબ જ સારું છે. એકાદ-બે જગ્યાએ તો મેં સીટી પણ મારી દીધી! ફિલ્મ સૌને ગમી. સમગ્ર ટીમ અને લેખક/નિર્દેશકને અભિનંદન. મુંબઈ પાછા આવ્યા પછી, હું ચોક્કસપણે તમને ગળે લગાવીશ અને કહીશ – ઓ પોચી, ઓ કોકી, ઓ પોપી, ઓ લોલા.’ જણાવી દઈએ કે આ ડાયલોગ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં અનુપમ ખેર જયારે શાહરુખ ખાન ને ગળે લગાવતા ત્યારે બોલતા હતા
मेरे प्यारे शाहरुख़! अभी अभी अमृतसर में ऑडियंस के साथ आपकी फ़िल्म “जवान” देख कर निकला हूँ।लुत्फ़ आ गया।एक्शन, पिक्चर का स्केल, आपकी अदा और परफॉरमेंस बहुत ही उम्दा है।एक दो जगह तो मैंने सिटी वग़ैरा भी मार दी!🤪 Loved everyone in the film! Congratulations to the entire team and… pic.twitter.com/FpuruDPlvE
— Anupam Kher (@AnupamPKher) September 11, 2023
જવાન ની કમાણી
જવાન બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી માત્ર 4 દિવસમાં વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જવાન હિન્દી સિનેમામાં સૌથી વધુ વીકેન્ડ કલેક્શન કરનારી ફિલ્મ બની ગઈ છે. પહેલા દિવસે જવાને ભારતમાં 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જવાને બીજા દિવસે રૂ. 53.23 કરોડ (તમામ ભાષાઓ) અને ત્રીજા દિવસે રૂ. 77.83 કરોડ (તમામ ભાષાઓ)નું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ‘જવાન’એ ચોથા દિવસે એટલે કે રવિવારે ઘરેલુ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 82 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે પાંચમા દિવસે 25 કરોડ ની પહેલા દિવસ ની સરખામણી માં સૌથી ઓછી કમાણી કરી હતી
આ સમાચાર પણ વાંચો : G20 Summit 2023: G20 સમિટ ની સફળતાથી ઝૂમી ઉઠ્યું બોલીવુડ,શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સહિત આ સેલેબ્સે આપ્યા PM મોદીને અભિનંદન