News Continuous Bureau | Mumbai
Anupama: ટીઆરપી લિસ્ટ માં હંમેશા ટોપ પર રહેતો શો અનુપમા માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે.શો નો કરંટ ટ્રેક માલતીદેવી ની આસપાસ ફરી રહ્યો છે. જે કાપડિયા હાઉસમાં પોતાનું સ્થાન જમાવવા અનુપમા ને નીચી પાડે છે. શો માં માલતી દેવી અનુપમા અને અનુજને અલગ કરીને કાપડિયા મેંશન પર શાસન કરવા માંગે છે. હવે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શોમાં વધુ એક જૂનો વિલન આવવાનો છે.
આ સમાચાર પણ વાંચોઃ IND vs NZ Virat kohli: ભારત વિ ન્યુઝીલેન્ડ ની મેચ શરૂ થતા પહેલા ની વિરાટ કોહલી ની એક ઘટના કેમેરામાં થઇ કેદ, પત્ની અનુષ્કા શર્મા નું રિએક્શન પણ થયું વાયરલ
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં
અનુપમા માં થશે જુના વિલન ની એન્ટ્રી
મીડિયા રિપોર્ટ અનુસાર નકુલ એટલે કે અમન મહેશ્વરી શોમાં એન્ટ્રી કરી શકે છે. અનુપમા માં અમને નકુલનું પાત્ર ભજવ્યું હતું, જે માલતી દેવીનો પ્રિય વિદ્યાર્થી હતો અને તેણે માલતી દેવી પાસેથી તેનું ગુરુકુળ છીનવી લીધું હતું. હવે એવું સાંભળવામાં આવ્યું છે કે અનુપમાના અમેરિકા પ્રવાસ દરમિયાન નકુલ વિલન બનીને મુશ્કેલી ઊભી કરશે. આ વિશે અમન સાથે વાત કરતા તેને મીડિયાને જણાવ્યું કે, “હાલ સુધી, સર્જનાત્મક દૃષ્ટિકોણથી, મને ખરેખર ખાતરી નથી કે નકુલ અનુપમાના જીવનમાં પાછો આવશે કે નહીં.”