News Continuous Bureau | Mumbai
Anupama Rupali ganguly:સ્ટાર પ્લસ ની સિરિયલ અનુપમા થી ઘર ઘર માં લોકપ્રિય બનનાર અભિનેત્રી રૂપાલી ગાંગુલી ને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. આજે રૂપાલી પોતાના અસલી નામ થી નહીં પરંતુ અનુપમા ના નામ થી ઓળખાય છે. અભિનેત્રી 2000 ના દાયકાની શરૂઆતથી ટેલિવિઝન ઉદ્યોગમાં કામ કરી રહી છે, પરંતુ ‘અનુપમા’ થી તેને અસલી ઓળખ મળી. હવે રૂપાલી પોતાની સિરિયલ અનુપમા ને કારણે નહીં પરંતુ તેના એક ઇન્ટરવ્યૂ ના કારણે સમાચાર માં આવી છે. વાસ્તવમાં રૂપાલી ગાંગુલીએ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો..
રૂપાલી ગાંગુલી એ શેર કર્યો અનુભવ
રૂપાલી જાણીતા ફિલ્મ નિર્માતા અનિલ ગાંગુલીની પુત્રી છે. તે ફિલ્મી પરિવારમાંથી આવે છે, પરંતુ શરૂઆતના વર્ષોમાં તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન રૂપાલી એ જણાવ્યું કે, તેના સંઘર્ષના દિવસોમાં કાસ્ટિંગ કાઉચ એક સામાન્ય બાબત હતી અને તેણીને આવી અપ્રિય ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેણી ફિલ્મ ઉદ્યોગ થી દૂર થઈ ગઈ હતી. તેણે કહ્યું, “તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ હતો. કેટલાક લોકોને કદાચ તેનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ મારા જેવા લોકોએ તેનો સામનો કરવો પડ્યો હતો. જો કે, અમે આ વિકલ્પ પસંદ ન કરવાનો નિર્ણય લીધો અને ફિલ્મ ઉદ્યોગથી દૂર રહી. હા, ફિલ્મી દુનિયાથી દૂર ગયા પછી, જ્યારે કોઈ કામ ન હતું ત્યારે હું પોતાને નાની અનુભવતી હતી તો, પરંતુ આજે હું ખૂબ જ ગર્વ અનુભવું છું. ‘અનુપમા’ના કારણે મેં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેનું સપનું મેં હંમેશા જોયું હતું.’
આ સમાચાર પણ વાંચો: Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું
રૂપાલી ગાંગુલી ની કારકિર્દી
રૂપાલી એ 2000 ના દાયકા માં ટીવી થી શરૂઆત કરી હતી અભિનેત્રી એ હોસ્પિટલ પર આધારિત સિરિયલ સંજીવની માં નકારાત્મક ભૂમિકા ભજવી હતી.ત્યારે તે લોકો દ્વારા નોટિસ કરવામાં આવી હતી. ‘સારાભાઈ Vs સારાભાઈ’માં મોનિષા સારાભાઈ તરીકેના તેણીના કામને પણ પોપ કલ્ચરમાં સ્થાન મળ્યું. પરંતુ તેને અસલી ઓળખ સિરિયલ અનુપમા દ્વારા મળી. સિરિયલ અનુપમા માં અનુપમા નું મુખ્ય પાત્ર ભજવી રૂપાલી ટીવી ની હાઈએસ્ટ પેઇડ અભિનેત્રી બની ગ. તમને જણાવી દઈએ કે,ઇરિયલ અનુપમા એ તાજેતરમાં જ તેના 1000 એપિસોડ પુરા કર્યા છે.