News Continuous Bureau | Mumbai
Raj kundra: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા નું નામ પોરનોગ્રાફી કેસ માં આવ્યા બાદ તેને જેલ પણ થઇ હતી. જ્યારથી રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવ્યો છે તે જાહેર માં પોતાના ચહેરા પર માસ્ક લગાવેલો જોવા મળતો હતો. હવે રાજ કુન્દ્રા ની બાયોપિક બનાવવામાં આવી છે.રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી વિવાદ સાથે જોડાયેલી છે. આ ફિલ્મ માં રાજે પોતે પોતાની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ લોન્ચ ઇવેન્ટ માં રાજે જાહેરમાં પોતાનું માસ્ક ઉતાર્યું હતું. આ દરમિયાન રાજ કુન્દ્રા સોશિયલ મીડિયા ટ્રોલિંગને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. તેણે ટ્રોલ કરનારાઓને તેના પરિવારને બચાવવાની અપીલ કરી હતી. રાજ કુન્દ્રાનો આ વીડિયો ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે.
રાજ કુન્દ્રા થયો ભાવુક
રાજ કુન્દ્રા તેની આગામી ફિલ્મ ‘અંડર ટ્રાયલ 69’ (UT 69) ના ટ્રેલર લૉન્ચ વખતે ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન રાજ કુન્દ્રા એ માસ્ક મેન તરીકે એન્ટ્રી કરી હતી ત્યારબાદ રાજ કુન્દ્રા એ મીડિયા સામે પોતાનું માસ્ક હટાવ્યું હતું. માસ્ક હટાવ્યા બાદ તેણે મીડિયા સાથે વાત કરી અને ટ્રોલિંગને યાદ કરીને ભાવુક થઈ ગયો. કુન્દ્રાએ કહ્યું, ‘મારી ભૂલોની સજા મારા પરિવારને ન આપો… મારી પત્ની અને બાળકોને છોડી દો… તેઓએ તમારું શું નુકસાન કર્યું છે, તમે જે ઇચ્છો તે મને કહો… તેમને માફ કરો.’
View this post on Instagram
રાજ કુન્દ્રા ની ફિલ્મ
ફિલ્મ ‘અંડર ટ્રાયલ 69’ (UT 69) માં રાજ કુન્દ્રા પોતે તેનું પાત્ર ભજવી રહ્યો છે. તેણે ફિલ્મ દ્વારા પોતાની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે જેલમાં પોતાના સંઘર્ષની ઝલક પણ બતાવી છે. રાજ કુન્દ્રા પર આધારિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર 3 નવેમ્બરે રિલીઝ થશે.
View this post on Instagram
રાજ કુન્દ્રા બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન રહી ચુક્યો છે. તે વિશ્વના 198 મો સૌથી ધનિક બ્રિટિશ એશિયન છે. રાજ કુન્દ્રા લાંબા સમયથી ફિલ્મ પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યો છે. જો કે, વર્ષ 2021 માં, તેની પોર્નોગ્રાફી સામગ્રી બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેને મુંબઈની આર્થર રોડ જેલમાં લગભગ 64 દિવસ પસાર કરવા પડ્યા હતા. ફિલ્મનું નામ પણ જેલના એ જ બેરેક નંબર પરથી રાખવામાં આવ્યું છે જેમાં કુન્દ્રા કેદી તરીકે હતો.
આ સમાચાર પણ વાંચો : National film award: નેશનલ એવોર્ડ દરમિયાન ભાવુક થઇ પીઢ અભિનેત્રી વહીદા રહેમાન, ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે કહી આ વાત