News Continuous Bureau | Mumbai
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર ટીવી શો 'અનુપમા' (Anupama)ઘર-ઘર માં લોકપ્રિય બની ગયો છે. શોમાં સતત ઉતાર-ચઢાવ દર્શકોને જકડી રાખે છે. તાજેતરમાં, જ્યારે શોમાં વનરાજ શાહ અને અનુજ કાપડિયાનો અકસ્માત(accident)બતાવવામાં આવ્યો હતો, ત્યારે તે શોનો અત્યાર સુધીનો સૌથી લોકપ્રિય એપિસોડ બની ગયો હતો. ત્યારથી, દર્શકો આ સિરિયલને જોઈ રહ્યા છે.નિર્માતાઓ આ ક્રમને ખૂબ જ સુંદર રીતે આગળ લઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન તેઓએ એક ભૂલ (mistake)કરી છે જે કદાચ મોટાભાગના દર્શકોએ ધ્યાનમાં લીધી નથી.
સિરિયલ માં અકસ્માત (accident)પછી, નિર્માતાઓએ વનરાજ શાહને સંપૂર્ણ રીતે સ્વસ્થ દેખાડવા માટે શોમાં 7 મહિનાનો લીપ લીધો અને વાર્તાને 7 મહિના આગળ લઈ લીધી. આ ગેપ પછી વનરાજ સંપૂર્ણ રીતે સાજો(health) થઈને ઘરે પરત ફર્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.વનરાજ શાહના ઘરે પરત ફરતા સમયે દર્શકોએ જોયું કે કિંજલ હજુ પણ ગર્ભવતી(pregnent) છે. નોંધનીય છે કે વનરાજ શાહના અકસ્માત પહેલા પણ કિંજલ છેલ્લા મહિના ની ગર્ભવતી હતી અને 7 મહિનાની છલાંગ લગાવ્યા બાદ પણ તે ગર્ભવતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તો શું મેકર્સે(makers) અહીં કોઈ મોટી ભૂલ કરી છે કે પછી તેઓ કિંજલની ડિલિવરીની(kinjal delivery sequence) સિક્વન્સ બચાવવા માગતા હતા.જેથી દર્શકોને આગળ પણ વાર્તામાં વ્યસ્ત રાખી શકાય. આનો જવાબ અનુપમાના મેકર્સ જ આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી-EDએ આ કેસમાં બનાવી આરોપી-ચાર્જશીટ થશે દાખલ
તમને જણાવી દઈએ કે જ્યાં અનુપમા અનુજ કાપડિયાને (Anuj Kapadia)ઘરે લઈ આવી છે, તેની હાલત હજુ પણ સારી નથી. બીજી તરફ અનુજના ભાઈ અને ભાભી તેની મિલકત (prosperty)પર સતત નજર રાખી રહ્યા છે. અનુપમા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને એકસાથે કેવી રીતે હેન્ડલ કરશે તે જોવું રસપ્રદ રહેશે.